Food poisoning in eider

Food poisoning in eider: ઈડરમાં લગ્ન પ્રસંગે જમણવારમાં ખોરાક લીધા બાદ કેટલાક લોકોની તબિયત લથડી

Food poisoning in eider: 10થી વધુ લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

અમદાવાદ, 02 ફેબ્રુઆરી: Food poisoning in eider: ઈડર શહેરમાં લગ્ન પ્રસંગે જમણવારમાં ખોરાક લીધા બાદ કેટલાક લોકોને ઝાડા, ઉલટી થતા 10થી વધુ લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓની તબિયત સુધારા પર હોવાનુ માલુમ પડ્યું હતુ. આ અંગેની વિગત એવી છે કે, ઇડર-વલાસણા રોડ પર આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા વિપુલભાઇ પંચાલના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી કોમન પ્લોટમાં જમણવાર રાખવામાં આવ્યો હતો.

જોકે જમણવાર બાદ કેટલાક લોકોએ પેટમાં દુ:ખાવાની, ઝાલા, ઉલટી તથા ચક્કર આવતા હોવાની ફરિયાદ કરતા ફુડ પોઇઝનની આશંકાએ ખાનગી હોસ્પિટલમાં 10થી વધુ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર બાદ તેઓની તબિયત સુધારા પર આવી ગઇ હતી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી લગ્ન પ્રસંગો ધામધુમથી ઉજવણી થઇ રહી છે. જમણવારમાં અખાદ્ય ચીજવસ્તુઓનો બેરોકટોક વપરાશ થઇ રહ્યો છે. .

ત્યારે ઇડર ખાતે બનેલી આ ઘટના અંગે જિલ્લા ફુડ વિભાગના બી.એન.ગણાવાએ જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગમાં બાસુંદી, પાણીપુરી સહિતની વાનગીઓની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને 1200થી વધુ લોકોએ જમણવારમાં ભાગ લીધો હતો. જોકે તેમાંથી માત્ર 7થી 8 લોકોને ઝાડા, ઉલટી તેમજ ફુડ પોઇઝનનીંગની તકલીફ થતા સારવાર માટે ઇડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની તબીયત હાલ સુધારા ઉપર છે.

ફુડ વિભાગ દ્વારા સંપૂર્ણ રીતે તપાસ કરીને જિલ્લા કલેક્ટરને અહેવાલ મોકલી આપવામાં આવશે. જોકે લગ્ન પ્રસંગ દરમિયાન લોકોએ ખાસ તકેદારી રાખવી જોઇએ. સ્વચ્છતા તથા ચોખ્ખાઇ તથા અખાદ્ય ચીજવસ્તુઓને આરોગવી ન જોઇએ. તેવી તાકીદ પણ કરી હતી.

આ પણ વાંચો: Vande Metro Train: વંદે ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન શરુ કરવાની રેલવે મંત્રીની જાહેરાત, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો