Foreign liquor seized

Foreign liquor seized from palanpur: પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો

Foreign liquor seized from palanpur: ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ પાઉચ નંગ- ૪૫૦ કુલ કિ.રૂ .૩૧,૫૦૦ તથા કુલ કિ.રૂ .૩૬,૫૦૦ના મુદ્દામાલ પકડી લેવામાં આવ્યા

અંબાજી, 13 ડિસેમ્બર: Foreign liquor seized from palanpur: પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો છે. અહીં ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ પાઉચ નંગ- ૪૫૦ કુલ કિ.રૂ .૩૧,૫૦૦ તથા કુલ કિ.રૂ .૩૬,૫૦૦ના મુદ્દામાલ પકડી લેવામાં આવ્યા છે.

પાલનપુર શહેર પશ્ચિમ, બનાસકાંઠા પોલીસ જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા, ડો.જે.જે.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ, એસ.એ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે.નાઓ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પાલનપુર એરોમા સર્કલ નજીક આવેલ બસ સ્ટોપ ખાતેથી એક ઈસમની પાસે રહેલ થેલાઓ માંથી પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂના પાઉચ નંગ- ૪૫૦ જેની કુલ કિમત રૂ .૩૧,૫૦૦/ નો રાખી પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન તહો. મળી આવતા ઘી પ્રોહી એકટ કલમ .૬૫ એ, ઇ , ૧૧૬ (૨), ૯૮ (૨) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: Sherpa amitabh kant: ડેટા વિશ્વભરના લોકો માટે સુલભ હોવો જોઈએ: શેરપા અમિતાભ કાંત

Gujarati banner 01