Sherpa amitabh kant

Sherpa amitabh kant: ડેટા વિશ્વભરના લોકો માટે સુલભ હોવો જોઈએ: શેરપા અમિતાભ કાંત

Sherpa amitabh kant: ઓછા વિકસિત અને વિકાસશીલ દેશો ડેટા અને સુશાસનના ઉપયોગ વિના ક્યારેય ટેકનોલોજીની રીતે આગળ વધી શકશે નહીં: અમિતાભ કાંત

મુંબઈ, 13 ડિસેમ્બર: Sherpa amitabh kant: આજે મુંબઈમાં પ્રથમ ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક દરમિયાન ‘ડેટા ફોર ડેવલપમેન્ટ: 2030 એજન્ડાને આગળ વધારવામાં G20ની ભુમિકા’ થીમ પરનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ભારતના G20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે ભારત સરકારે ડેટા ગવર્નન્સ સારું કરવાનોપ્રયાસ કર્યો છે અને ડેટા ગવર્નન્સ ક્વોલિટી ઈન્ડેક્સ જેવી અનેક પહેલ હાથ ધરી છે.

તેમણે કહ્યું કે, ઓછા વિકસિત અને વિકાસશીલ દેશો ડેટા અને સુશાસનના ઉપયોગ વિના ક્યારેય ટેકનોલોજીની રીતે આગળ વધી શકશે નહીં. ડેટા વિશ્વભરના લોકો માટે સુલભ હોવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. શેરપા કાંતે કહ્યું કે, G20 એ ભૂતકાળમાં એવા સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જ્યારે આર્થિક વૃદ્ધિ અને નાણાકીય પ્રગતિને અસર થઈ છે. તેમણે કહ્યું, G20ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ ભારે ઉથલપાથલનો સામનો કરી રહ્યુ છે.

કાંતે કહ્યું કે ભારતે એવા સમયે G20 નું પ્રમુખપદ સંભાળ્યું છે જ્યારે વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડી છે, ફુગાવો વધી રહ્યો છે, કોવિડને કારણે મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખા નીચે આવી રહ્યા છે અને વૈશ્વિક દેવાનું સંકટ છે. કાન્તે કહ્યું કે ક્લાઈમેટ ફાઈનાન્સ અને ક્લાઈમેટ એક્શનની મોટી કટોકટી છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. તેમણે કહ્યું, ભારત માને છે કે દરેક સંકટ એક મોટી તક પણ છે. જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ છે તેમ ભારતનું G20 નેતૃત્વ નિર્ણાયક, સર્વસમાવેશક, ક્રિયા-લક્ષી હશે.

મિશન LiFE ને વ્યવહાર સાથે સીધો સંબંધ છે. કાન્તે કહ્યું કે, માત્ર દેશો પરિવર્તન લાવી શકશે નહી તેના માટે વ્યક્તિગત અને સામૂહિક વ્યવહારમાં ફેરફાર લાવવો પડશે જે પરીવર્તન લાવશે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ વિડિયો સંદેશ દ્વારા પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે, ભારત સરકાર આ મહિનાના અંત સુધીમાં નેશનલ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક પોલિસી હેઠળ નાગરિકોની વ્યક્તિગત માહિતી ધરાવતો અનામી ડેટાબેઝ એકત્રિત કરવા માટે તૈયાર છે. અમારો ઉદ્દેશ્ય નવીનતાને ઉત્પ્રેરિત કરવાનો અને વધુ અસરકારક નીતિ અને વ્યવહારુ ઉકેલો બનાવવાનો છે.

‘ડેટા ફોર ડેવલપમેન્ટ’ પર પ્રથમ ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની મીટિંગમાં આ પ્રસંગે બોલતા, ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીએ જણાવ્યું હતું કે, ભારત તેની વસ્તી સ્કેલ સિસ્ટમ્સના ડેટા દ્વારા દેશના વિકાસને ઝીણવટપુર્વક ટ્રેક કરવા માટે સક્ષમ છે. ભારતમાં, આપણી પાસે મોટી સંખ્યામાં વસ્તી માપન પ્રણાલીઓ છે જે ડેટાનો ભંડાર પેદા કરી રહી છે.

આ પણ વાંચો: Birth anniversary of maharishi aurobindo: મહર્ષિ અરબિંદોની ૧પ૦મી જન્મ જયંતિ ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાનનું પ્રેરણાદાયી સંબોધન…

Gujarati banner 01