liquor 4

અંબાજી પોલીસે વિદેશી દારૂ (Foreign liquor)ના જથ્થા નો નાશ કર્યો

અંબાજી પોલીસે કિંમત રૂપિયા 44 લાખ 16 હજાર 570 નો ઝડપાયેલા વિદેશી દારૂ (Foreign liquor)ના જથ્થા નો નાશ કર્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૩ માર્ચ:
Foreign liquor: રાજસ્થાન માંથી ગેરકાયદેસર રીતે અંબાજી નજીક ની ગુજરાત ની સરહદ ઉપર થી અંબાજી માર્ગ થી ગુજરાત માં ઘુસાડવામાં આવતો લાખો રૂપિયા નો વિદેશી દારૂ જે અંબાજી પોલીસે વિવિધ સમય એ ઝડપી પાડ્યો હતો તે ઝડપાયેલા વિદેશી દારૂ ના બે ટ્રક ભરી જથ્થા નો નાશ કરવામાં આવ્યો છે

ADVT Dental Titanium

અંબાજી નજીક ની જાંબુડી અને સરહદ છાપરી ચેકપોસ્ટ થઇ ગુજરાત માં લવાતા વિદેશી દારૂ (Foreign liquor) જે છેલ્લા 5 વર્ષ માં અલગ અલગ સમય 16282 જેટલી અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂ નો જથ્થો અંદાજે કિંમત રૂપિયા 44 લાખ 16 હજાર 570 નો ઝડપી પડાયો હતો

તેનો આજે દાંતા પ્રાંત અધિકારી ,નાયબ પોલીસ અધિક્ષક તેમજ સ્થાનિક અધિકરીઓ ની દેખરેખ માં આ તમામ પરપ્રાંતીય વિદેશી દારૂ (Foreign liquor) નો જેસીબી મશીન થી નાશ કરવામાં આવ્યો હતો અને ખાલી બોક્સ ને પણ સળગાવી દેવાંમાં આવ્યા હતા

Whatsapp Join Banner Guj

પ્રાંત અધિકારી પ્રશાંત જીલોવા એ જણાવ્યું હતું કે આજે વિવિધ સમય ગુજરાત માં ગેરકાયદેસર ઘૂસાડી રહેલા વિદેશી દારૂ ના જથ્થા ના નાશ કરાયો છે અને ગુજરાત માં દારૂ પ્રતિબંધ છે ત્યારે લોકો પણ દારૂ ના વ્યસન થી દૂર રહેવા અપીલ કરી હતી

આ પણ વાંચો…તારક મહેતા કા ઉલટા ચશ્માની ટીમનાં નટુકાકા (Natukaka) કેન્સર સામેની લડાઈ જીતી માતાજીની બાધા પુરી કરી