Gandhidham Kidnapping case: સગીરા અર્ધ નગ્ન હાલતમાં બાવડની જાડીમાં પડી હોવાનું જાણવા મળતાં પોલીસને જાણ કરી

Gandhidham Kidnapping case: ગાંધીધામ: સગીરા અર્ધ નગ્ન હાલતમાં ભુજીયા રીંગ રોડ પર બાવડની જાડીમાં પડી હોવાનું જાણવા મળતાં પોલીસને જાણ કરી

ગાંધીધામ, 17 માર્ચ: Gandhidham Kidnapping case: સગીરાનું અપહરણ કરી તેને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મના ગુના મામલે પોલીસે સંવેદનશીલ ગુનાનું બહાનું આગળ ધરી શરૂઆતથી જ આરોપીઓના નામ સહિતની મહત્વની વિગતો છુપાવી હતી. જો કે રાત્રિના મોડેથી સમગ્ર ઘટનાની વિગત તેમજ સંડોવાયેલા આરોપીઓના નામ સહિતની વિગતો જાહેર કરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દુષ્કર્મનો ભોગબનાર યુવતીની ઉંમર હાલે 17 વર્ષની છે પરંતુ તેણીના લગ્ન ધૂળેટી બાદ કરવાના હોવાનું સગીરાના નજીકના સંબંધીઓમાંથી જાણવા મળ્યું હતું. હોસ્પિટલમાં ખસેડયા બાદ મોડેથી તે ભાનમાં આવી હતી.

આ પણ વાંચો.temple attacked in dhaka: ફરી આ દેશમાં કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ અને લૂટફાટ કરી

પ્રાપ્ત વિગતો બુધવારે રાત્રે નવ વાગ્યાના મુજબ ભુજીયા રીંગ રોડ પર બાવળની ઝાડીઓ વચ્ચે (Gandhidham Kidnapping case) આવેલ વાડામાં સગીર વયની કન્યા અને એક યુવક અર્ધ નગ્ન હાલતમાં બેહોશ મળી આવ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે તાત્કાલિક સગીર યુવતી અને યુવકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા. બનાવ અંગે મોડી સાંજે પોલીસે ભોગબનાર સગીરાની ફરિયાદ પરથી અજાણ્યા ચાર શખ્સો વિરૂધ અપહરણ દુષ્કર્મ અને નશાયુક્ત પીણુ પીવડાવ્યા અંગે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ કિસ્સો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

ઘટના સંદર્ભે પોલીસે જાહેર કરેલી પ્રથમ યાદીમાં અપષ્ટતાને કારણે અનેક સવાલો ઉઠ્યા હતા. 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે તો, શું સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું હતું ? સગીરા સાથે બેહોશ હાલતમાં મળી આવેલો યુવક કોણ છે. તેનું નામ પણ પોલીસે જાહેર કર્યું ન હતું. યુવક યુવતીએ સાથે મળીને કેફી પીણું પીધું કે, અન્ય 3 શખ્સોએ નશાયુક્ત પીણું પીવડાવ્યું છે. એવી અનેક માહિતી પ્રારંભમાં અસ્પષ્ટ રહી હતી.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.