temple attacked in dhaka

temple attacked in dhaka: ફરી આ દેશમાં કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ અને લૂટફાટ કરી

temple attacked in dhaka: હાજી શફીઉલ્લાહના નેતૃત્વમાં 200થી વધુ લોકોએ ગઈ કાલે સાંજે લગભગ 7 વાગે ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટ પર ઈસ્કોન રાધાકાંત મંદિર પર હુમલો કર્યો

ઢાકા, 18 માર્ચ: temple attacked in dhaka:  બાંગ્લાદેશની સરકારના હિન્દુ લઘુમતીની સુરક્ષાના તમામ વચનોની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાના એક મંદિરને ગુરુવારે કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યું. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ અને લૂટફાટ કરી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. 

ઈસ્કોન મંદિરને નિશાન બનાવ્યું
મળતી માહિતી મુજબ હાજી શફીઉલ્લાહના નેતૃત્વમાં 200થી વધુ લોકોએ ગઈ કાલે સાંજે લગભગ 7 વાગે ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટ પર ઈસ્કોન રાધાકાંત મંદિર પર હુમલો કર્યો. તોડફોડ કરી અને લૂટફાટ કરી. આ હુમલામાં અનેક હિન્દુઓ ઘાયલ થયાના સમાચાર છે. 

આ પણ વાંચોઃ Y category security for the kashmir files director: ધ કાશ્મીર ફાઇલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની સુરક્ષા અંગે સરકારે લીધો મોટો નિર્ણય

પહેલા પણ થયા છે મંદિર પર હુમલા
બાંગ્લાદેશના હિન્દુ મંદિરો પર હુમલાની આ પહેલી ઘટના નથી. ગત વર્ષે જ નવરાત્રિ સમયે કેટલાક દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરાયા હતા. આ દરમિયાન અનેક મંદિરો પર પણ હુમલા થયા હતા. આ હિંસામાં 2 હિન્દુઓ સહિત 7 લોકોના મોત થયા હતા. ત્યારે પણ ઢાકા સ્થિત ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો. 

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.