vastrapur police

Girl raped in ahmedabad: સ્પામાં કામ કરતી યુવતી પર છ યુવાનોએ આચર્યું દુષ્કર્મ, ધર્માંતરણનો પણ કર્યો પ્રયાસ

Girl raped in ahmedabad: યુવતીએ ફરિયાદ આપતા વસ્ત્રાપુર પોલિસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે

અમદાવાદ, 23 નવેમ્બર: Girl raped in ahmedabad: શહેરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. કેટલાક આરોપીઓએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. જેને લઈને યુવતીએ ફરિયાદ આપતા વસ્ત્રાપુર પોલિસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે. સાથેજ અન્ય ત્રણ ફરાર છે.

યુવતીએ છ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં એક આરોપીએ યુવતી સાથે વર્ષ2022 ના મે મહિનામાં ડ્રાઇવ ઇન રોડ ઉપર આવેલા યુનિક સ્પા નામના સ્પા સેન્ટરમાં યુવતી પાસે મસાજ કરાવી યુવતી નો મોબાઇલ નંબર તથા સરનામું મેળવી લીધું હતું.

બાદમાં યુવતીને સતત ફોન કરી પરિચય કેળવી યુવતીને સ્પા સેન્ટરની સામેની તરફ આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી સમીર પ્રજાપતિ ઉર્ફે નાસિર હુસેન ઘાંચીએ ત્રણ વાર શરીર સંબંધ બાંધી વીડિયો ઉતારી યુવતીનું આધાર કાર્ડ મેળવી ધમકીઓ આપી હતી.

યુવતીના ડોક્યુમેન્ટ ઉપર ભાડા કરારથી આનંદ નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં મકાન ભાડેથી રાખી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી નિકાહ કરી ધર્મ પરિવર્તન કરવાનું કહી અન્ય આરોપીને ફ્લેટ ખાતે બોલાવી અન્ય આરોપીએ પણ યુવતી સાથે શરીર સંબંધ બાંધી તમામ આરોપીઓએ અવારનવાર સતત ફોન કરી પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: Rajkot division train affected: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને થશે અસર, વાંચો….

Gujarati banner 01