Gyasuddin

Complaint against dariyapur bjp candidate in EC: કૌશિક જૈન ધાક-ધમકીથી બોગસ વોટિંગ કરાવવાનું કાવતરૂં ઘડી રહ્યા છે: ગ્યાસુદ્દીનનો દાવો

Complaint against dariyapur bjp candidate in EC: દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર કૌશિક જૈન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

અમદાવાદ, 23 નવેમ્બર: Complaint against dariyapur bjp candidate in EC: ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. બીજી તરફ આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થયો છે. આ દરમિયાન દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

c52da51c 4322 44db 9190 5ac91ec56520

તેમણે આરોપ મૂક્યો છે કે ભાજપના ઉમેદવાર કૌશિક જૈન દરિયાપુર વિધાનસભામાં અસામાજિકતત્વોને છૂટો દોર આપીને મતદારોને ધાક-ધમકી આપી રહ્યા છે. કૌશિક જૈન દ્વારા કેટલાક અસામાજિક તત્વો સાથે મિટિંગ કર્યો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. તેમણે એવો આરોપ મૂક્યો છે કે આ વિસ્તારમાં બૂટલેગરો મહિલાઓને ધમકાવી રહ્યા છે.

ગ્યાસુદ્દીન શેખે આ વીડિયોના આધારે આરોપ મૂક્યો છે કે કૌશિક જૈન ધાક-ધમકીથી બોગસ વોટિંગ કરાવવાનું કાવતરૂં ઘડી રહ્યા છે. તેમણે માગણી કરી છે કે પોલીસ આવા અસામાજિક તત્વો પર નજર રાખી લોકોને રક્ષણ આપે. તેમણે દરિયાપુર વિધાનસભાનો ચાર્જ ડીસીપીને સોપવાની માંગ પણ કરી છે જેથી અસામાજિક તત્વો કાબૂમાં આવે.

આ ઉપરાંત એમ પણ કહ્યું છે દરિયાપુરમાં અસામાજિક તત્વો આતંક ન ફેલાવે તે માટે આ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચાલુ કરી પોલીસ વીડિયોગ્રાફી કરે અને તમામ ગતિવિધી પર નજર રાખે.

દરિયાપુર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 51મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ વેસ્ટ છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના 4 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરિયાપુર બેઠક સાથે એક અનોખો ઇતિહાસ જોડાયેલો છે. વર્ષ 1917માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ બેઠક પરથી સરદાર વલ્લભભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા અને માત્ર એક વોટથી તેમનો વિજય થયો હતો.

આ પણ વાંચો: Yoga express train timing changed: યોગા એક્સપ્રેસ ટ્રેનની ટપરી જં. સ્ટેશન પર આગમન- પ્રસ્થાનના સમય માં ફેરફાર, વાંચો…

Gujarati banner 01