75 lakh found from the car in surat: ચૂંટણી સમયે રોકડનો કાળો કારોબાર ઝડપાયો, સુરતમાં આ પાર્ટીની કારમાંથી મળ્યા 75 લાખ…

75 lakh found from the car in surat: કોંગ્રેસના કાર્ડવાળી એક ઇનોવા કારમાંથી 75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ, 23 નવેમ્બર: 75 lakh found from the car in surat: ગુજરાતના સુરત જિલ્લામાં ઇનોવા કારમાંથી 75 લાખ રૂપિયા જપ્તા કરાયા છે. આ ઘટના મહિધરપુરા વિસ્તારના જદાખાડી મોહલ્લામાં આવેલ રંગરેજ ટાવરની પાસેના કોંગ્રેસના કાર્ડવાળી એક ઇનોવા કારમાંથી 75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોડી રાત્રે ચેકિંગ દરમિયાન કાર પકડાઇ હતી. સ્ટેટિક ટીમ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી હતી. કારમાં સવાર ત્રણમાંથી એક ભાગી છૂટ્યો હતો. બે લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે. કહેવાય છે કે ધારા આંગડિયા મારફતે રોકડા આવ્યા હતા. કાર મહારાષ્ટ્ર પાસીંગની વિનાયક ટ્રાવેલ્સના નામે છે. આ સમગ્ર ઘટના બનતા આવક વેરાની ટીમ તપાસ માં જોડાય ગઇ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનું કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું પોલીસ માની રહી છે. આ સિવાય મહારાષ્ટ્ર પાસિંગની કારમાંથી લાખોની રોકડ મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે રોકડ રકમનું કોંગ્રેસ સાથે કનેક્શન હોઈ શકે છે, કારણ કે કારમાંથી કોંગ્રેસની પત્રિકાઓ મળી આવી છે. એટલું જ નહીં, રાહુલ ગાંધીની સભામાં VIP કાર પાર્કિંગના પાસ પણ મળ્યાં છે. મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, આ અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. ફરી એક વાર આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અગાઉ ગીર સોમનાથમાં ચૂંટણી સમયે જ MLA લખેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દીવ તરફથી આવતી MLA લખેલી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.

આ પણ વાંચો: Girl raped in ahmedabad: સ્પામાં કામ કરતી યુવતી પર છ યુવાનોએ આચર્યું દુષ્કર્મ, ધર્માંતરણનો પણ કર્યો પ્રયાસ

Gujarati banner 01