Gujarat corona update: કોરોનાના કેસમાં સતત ઘટાડો, 644 નવા કેસ નોંધાયા- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 10 જૂનઃ રાજ્યમાં કોરોના વાયરસ(Gujarat corona update)ના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 700 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gujarat corona update

ગુજરાતમાં આજે પણ કોરોના કેસ(Gujarat corona update)માં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 644 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1,675 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,94,703 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.11 ટકાએ પહોંચ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 13,683 એક્ટિવ દર્દી છે, જે પૈકી 346 લોકો વેન્ટિલેટર પર છે અને 13,337 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,94,703 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,965 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.આ ઉપરાંત સુરતમાં 1, વડોદરામાં 1, જૂનાગઢમાં 1, મહિસાગરમાં 1, અમરેલીમાં 1, અને જામનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 10 દર્દીઓના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,66,222 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો….

આજે શનિ જયંતિ(Shani jayanti): જાણો શનિદેવ ની પૌરાણિક કથા અને તેલ ચડાવવાનું રહસ્ય..!

ADVT Dental Titanium