Harsh sanghavi pic

Gujarat High Alert: ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતના 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ

Gujarat High Alert: રાજ્યની સુરક્ષાને લઈ ગૃહરાજ્યપ્રધાને બેઠક યોજી હતી. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

google news png

ગાંધીનગર, 09 મેઃ Gujarat High Alert: પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે.ત્યારે જમ્મુ કાશ્મીર, રાજસ્થાન સાથે ગુજરાતમાં ડ્રોન હુમલો કર્યો છે. મધરાતે કચ્છ સરહદે પાકિસ્તાનનો ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો છે. ભારતીય સેનાએ 3 ડ્રોન તોડીને હુમલો નાકામ કર્યો છે. સરહદી વિસ્તારના ગામોમાં બ્લેઆઉટ કરવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત 18 જિલ્લામાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે.

માછીમારોની સુરક્ષાને લઈ રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોના માછીમારોને પરત બોલાવાયા છે. આગામી આદેશ સુધી માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે. રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. સોમનાથ, અંબાજી, દ્વારકાના મંદિરોની સુરક્ષા વધારાઈ છે. રાજ્યની સુરક્ષાને લઈ ગૃહરાજ્યપ્રધાને બેઠક યોજી હતી. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

Gujarat High Alert meeting

દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ રહી છે.

જેમાં મંત્રીએ સંબંધિત જિલ્લાના કલેક્ટરઓ તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે ટેલીફોનીક વાત કરી સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પેનિક ન થાય તથા વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ આપી.

આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો