weather update

Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં પલટો, વધશે ભારે પવન સાથે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી- વાંચો વિગત

Gujarat Weather: આગાહી મુજબ, કોસ્ટ પર ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યાં પવનની ગતિ 15થી 20 પ્રતિકલાક રહેવાની શક્યતા છે. કોસ્ટ ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પવનની દિશા ઉત્તર ઉત્તર પૂર્વની રહેશે.

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં આજથી મોટો પલટો આવવાનો છે. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને ફરીથી ધમરોળશે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21થી લઇને 26 ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. આ કડકડતી ઠંડી નહીં હોય સામાન્ય ઠંડી હશે. આમાં પણ મિક્સ ઋતુ તો જોવા મળશે જ. રાત્રિના સમયે ખૂબ ઠંડીનો અહેસાસ થશે. જ્યારે દિવસનું તાપમાન નોર્મલ કરતાં એક-બે ડિગ્રી વધુ રહેશે.

આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો ક્યાંક છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે. ત્રણથી પાંચ માર્ચ દરમિયન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે. જ્યારે વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે પવનની ગતિ અચાનક તેજ થઈ શકે છે. જેની અસર ગુજરાતના કેટલાંક ભાગોમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ Best stocks to buy: આ PSU Stocks ખરીદો, મળી શકે છે જોરદાર રિટર્ન, કરો લિસ્ટ પર એક નજર

રાજ્યના વાતાવરણમાં આજથી પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે. ચાર દિવસ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા 3 દિવસથી ગરમીનો અનુભવ થતો હતો. પરંતુ હવે ફરી લોકોએ ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો