stock market

Best stocks to buy: આ PSU Stocks ખરીદો, મળી શકે છે જોરદાર રિટર્ન, કરો લિસ્ટ પર એક નજર

Best stocks to buy: માર્કેટની તેજી વચ્ચે ક્વોલિટી સ્ટોક્સ ફોકસમાં છે. તેથી બ્રોકરેજ ફર્મે ખરીદી માટે 5 સરકારી કંપનીના શેરને પિક કર્યાં છે.

બિઝનેસ ડેસ્ક, 21 ફેબ્રુઆરીઃ Best stocks to buy: બજારના મુખ્ય ઈન્ડેક્સ નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. માર્કેટની તેજી વચ્ચે ક્વોલિટી સ્ટોક્સ ફોકસમાં છે. તેથી બ્રોકરેજ ફર્મે ખરીદી માટે 5 સરકારી કંપનીના શેરને પિક કર્યાં છે. આ શેરમાં NTPC, Coal India, Power Grid, ONGC અને NMDC શેર સામેલ છે. શેરમાં લોન્ગ ટર્મ માટે ખરીદીની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ International Mother Language Day : જાણો શા માટે ઉજવાય છે 21મી ફેબ્રુઆરીએ જ વિશ્વ માતૃભાષા દિવસ?

  1. NTPC ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Morgan Stanley એ ઓવરવેટનું રેટિંગ આપ્યું છે. પ્રતિ શેર ટાર્ગેટ 390 રૂપિયા છે. 20 ફેબ્રુઆરી શેર 346 રૂપિયા પર બંધ થયો છે.
  2. Power Grid ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Bernstein એ આઉટપરફોર્મના રેટિંગની સાથે કવરેજ શરૂ કર્યું છે. પ્રતિ શેર ટાર્ગેટ 315 રૂપિયા છે. 20 ફેબ્રુઆરીએ શેર 288.40 રૂપિયા પર બંધ થયો હતો. 
  3. NMDC ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ MOFSL એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 280 રૂપિયા છે. 20 ફેબ્રુઆરીએ શેર 441.45 રૂપિયા પર બંધ થયો હતો. 
  4. Coal India ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Jefferies એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 550 રૂપિયા છે. CLSA એ પણ શેર પર આઉટપરફોર્મનું રેટિંગ આપ્યું છે. સાથે શેર પર 480 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. 20 ફેબ્રુઆરીએ શેર 447.80 રૂપિયા પર બંધ થયો હતો. 
  5. ONGC ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Citi એ ખરીદીનું રેટિંગ યથાવત રાખ્યું છે. પ્રતિ શેર ટાર્ગેટ 305 રૂપિયા છે. આજે આ શેર 277 રૂપિયા પર બંધ થયો છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો