Ameen Sayani

Ameen Sayani: રેડિયોના સૌથી લોકપ્રિય પ્રેઝન્ટર અમીન સયાનીનું નિધન થયુ, બૉલીવુડ ફિલ્મોમાં પણ રેડિયો એનાઉન્સર તરીકે કર્યુ છે કામ 

Ameen Sayani: અમીન સયાનીના નિધનની ખબર ની પુષ્ટિ તેમના દીકરાએ કરી

મુંબઇ, 21 ફેબ્રુઆરીઃ Ameen Sayani: રેડિયોના સૌથી લોકપ્રિય ઉદ્ઘોષક અમીન સયાનીનું નિધન 91 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે થયું છે. રેડિયો પ્રેઝન્ટર અમીન સયાનીએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની ખબર ની પુષ્ટિ તેમના દીકરાએ કરી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં પલટો, વધશે ભારે પવન સાથે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી- વાંચો વિગત

રેડિયોની દુનિયામાં આપેલા યોગદાન માટે અમીન સયાનીને અનેક એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. જેમાં લિવિંગ લેજેન્ડે એવોર્ડ, ગોલ્ડ મેડલ, પર્સન ઓફ ધ યર સહિતના એવોર્ડનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ ફિલ્મોમાં પણ રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું છે. જેમાં ભુત બંગલા, તીન દેવીયા, બોક્સર અને કત્લ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અમીન સયાનીએ 50000 થી વધુ રેડિયો કાર્યક્રમ પ્રોડ્યુસ અને વોઈસઓવર કર્યા હતા. આ ઉપરાંત 19,000 જેટલી જીંગલ્સને પોતાનો અવાજ આપ્યો હતો. જેના માટે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયું છે. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો