709161 hardik patel new

કોરોનાના કારણે હાર્દિક પટેલ(Hardik patel)ના પિતાનું નિધન, અમિત ચાવડાએ આપી જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 09 મેઃ કોરોનાના વાયરસે અનેક લોકોના જીવ લીધા છે. નેતા હોય કે અભિનેતા કે પછી સામાન્ય માણસ કોઇ તેમાંથી બાકાત નથી. આજે કોગ્રેસ પાર્ટીના નેતા હાર્દિક પટેલના પિતાનું નિધન થયું છે. હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતા ભરતભાઇ પટેલ (Bharat Patel) નું કોરોના લીધે નિધન થયું છે. ભરતભાઇ કોરોના સંક્રમિત થયા હોવાથી તેઓ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારે આજે સવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

નોંધનીય છે કે, હાર્દિક પટેલના પિતાના અવસાનની જાણકારી કોંગ્રેસ પાર્ટીના નેતા અમિત ચાવડાએ પોતાના ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી આપી હતી. હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતાના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતીમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવીડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં હતા. 

Hardik patel

મીડિયા રિપોર્ટ અનુસાર, હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતા ભરતભાઈ પટેલના  દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને હાર્દિક પટેલ(Hardik patel) અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. 

ADVT Dental Titanium

આ પણ વાંચો…

startup:કોરોનાના કપરા સમયમાં બેરોજગારીની સમસ્યાના નિવારણ માટે બે યુવાએ શરુ કર્યું રોજગારી મળે તેવુ પ્લેટફોર્મ