271157 2200 732x549 1 edited

હેલ્થ ટિપ્સઃ કેળાનું સેવન કરતા પહેલા આ વાતનું ખાસ રાખજો ધ્યાન

271157 2200 732x549 1 edited

હેલ્થ ટિપ્સ,05 જાન્યુઆરીઃ ફળો સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. પરંતુ કેળું એક એવુ ફળ છે જેને લગભગ બધા લોકો શોખથી ખાતા હોય છે, કેળુ આખી દુનિયામાં સર્વાધિક ખાવામાં અને પસંદ કરવામાં આવે છે. કેળુ ન માત્ર સ્વાદમાં મીઠુ હોય છે, પરંતુ આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાથી લઈને અસ્થમાં અને કેન્સરથી બચાવમાં પણ કારગર છે. સાથે જ તેના અનેક લાભ છે. જોકે, કોઈપણ વસ્તુ વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો આ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ વધારે પ્રમાણમાં કેળુ ખાવાથી શું થઈ શકે છે નુકસાન.

whatsapp banner 1
  • જે વ્યક્તિઓને અસ્થમા છે, તેમને પોતાના આહારમાં કેળાનું સેવન કરવાથી પરહેજ કરવું જોઈએ.
  • કેળામાં નેચરલ શુગર હોય છે. જો તમે તેને વધારે પ્રમાણમાં લો છો તો, એ તમને નુકસાન પહોંચાડી શકે છે. જે ડાયાબિટીસના દ્દી માટે ઘાતક સાબિત થઈ શકે છે.
  • જો તમે જિમમાં વધારે પરસેવો પાડો છો અથવા ફરી રનિંગ કરો છો તો તમે દિવસમાં 3 થી 4 કેળા ખાઈ શકો છો, પરંતુ તમે આવુ કંઈક નહી કરતા તો તમારે દિવસમાં માત્ર 1-2 કેળા ખાઈ શકો છો.

આ પણ વાંચો…

ઘરમાં આર્થિક તંગીને દૂર કરવા અપનાવો આ વાસ્તુ ટિપ્સ