Helpline number for students stranded in Ukraine

Helpline number for students stranded in Ukraine: યુક્રેનમાં ફસાયેલા વડોદરાના છાત્રો માટે ખાસ હેલ્પ લાઈન નંબર જાહેર

Helpline number for students stranded in Ukraine: રાજ્ય સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા છાત્રો માટે વિશેષ હેલ્પ લાઈન જાહેર કરવામાં આવી હોવાનું કલેકટર અતુલ ગોરે જણાવ્યું

વડોદરા, 25 ફેબ્રુઆરીઃ Helpline number for students stranded in Ukraine: પ્રવર્તમાન પરિસ્થિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા છાત્રો માટે વિશેષ હેલ્પ લાઈન જાહેર કરવામાં આવી હોવાનું કલેકટર અતુલ ગોરે જણાવ્યું છે. બિન નિવાસી ગુજરાત પ્રભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના નંબર્સ +911123012113,+911123014104, +911123017905, 1800118797 છે. સાથે જ situationroom@mea.gov.in પર ઇ-મેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર cons1.kyiv@mea.gov.in મેઈલ કરી શકાશે.

આ પણ વાંચોઃ Russia-Ukraine War Update: યુક્રેનનો કર્યો દાવો, કહ્યું- અમે રશિયાના 800થી વધુ સૈનિકો માર્યા, 7 વિમાન અને 6 હેલિકોપ્ટર કર્યા નષ્ટ

ગુજરાત રાજ્ય બિન – નિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.

નોંધનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા લોકો ની જાણકારી માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે આ કંટ્રોલ રૂમ નો નંબર 27552144 અને 27560511 છે. અમદાવાદ જિલ્લાના લોકો આ કંટ્રોલ રૂમમાં યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી આપી શકશે.. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

Gujarati banner 01