Hiraba modi

Hiraba modi health update: પીએમ મોદીની માતા હીરાબાનું હેલ્થ બુલેટિન થયું જાહેર, જાણો શું આવ્યું રિપોર્ટ…

Hiraba modi health update: હેલ્થ બુલેટિન અનુસાર, હીરા બાના સ્વાથ્યમાં આજે સુધારો છે

ગાંધીનગર, 29 ડિસેમ્બર: Hiraba modi health update: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા ગઈકાલે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શતાયુ ઉંમરના હીરાબા હોસ્પિટલમાં દાખલ થતા પીએમ મોદી પણ દિલ્હીથી તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતા. ત્યારે હાલ હીરાબાની તબિયતમાં સુધારો હોવાનું હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા નવુ હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યુઁ છે. હેલ્થ બુલેટિન અનુસાર, હીરા બાના સ્વાથ્યમાં આજે સુધારો છે. 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે પણ U.N મહેતા હોસ્પિટલમાં ફરી એકવાર હીરાબાના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા. તો આજે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હીરાબાના ખબરઅંતર પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

તેઓએ હોસ્પિટલમાંથી નીકળીને કહ્યુ હતું કે, હીરાબાની તબિયત ખૂબ જ સરસ છે. તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. એકાદ દિવસમાં રજા અપાશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હીરાબાને દાખલ કરાયા બાદ સૌથી પહેલા ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ પ્રધાનમંત્રી હોસ્પિટલથી નીકળે ત્યાં સુધી રોકાયા હતા. 

આ પણ વાંચો: Rahul gandhi on marriage: જાણો મનપસંદ જીવનસાથી વિશે શું કહ્યું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ…