National Conference of Ind Tibetan Union 1

National Conference of Ind-Tibetan Union: ભારત તિબ્બત સંઘનું રાષ્ટ્રીય સંમેલન જમ્મુમાં યોજાયું

  • તિબ્બત સરકાર (નિર્વાસિત) ના વડાપ્રધાન હસ્તે પ્રદેશ મહિલા સચિવ જામનગર ના ડીમ્પલબેન રાવલને સન્માનીત કરાયા.

National Conference of Ind-Tibetan Union: આ રાષ્ટ્રીય સંમેલનમાં જામનગર સહિત દેશભરના પ્રતિનિધિઓ જોડાયા

અમદાવાદ, 29 ડિસેમ્બર: National Conference of Ind-Tibetan Union: જમ્મુ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બુધ્ધિષ્ટ સ્ટડીઝ અને ભારત તિબ્બત સંઘ દ્વારા જમ્મુ ખાતે ભારત તિબ્બત સંઘનું રાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં તિબ્બત સરકાર (નિર્વાસિત) ના વડાપ્રધાન (સિક્યોંગ) પેમ્પા ત્સેરિંગ તથા સેનાના નિવૃત અધિકારીઓ તેમજ દેશભરમાંથી જોડાયેલા પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સંમેલનમા અરુણાચલ, સિક્કિમ, આસામ, હિમાચલ, ઉતરાખંડ અને વેસ્ટર્ન સેકટર લડાખ સહિત ગુજરાતનાં પ્રતિનિધિઓ જોડાયા હતા.

National Conference of Ind Tibetan Union

ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જોશીની આગેવાની હેઠળ પ્રદેશ મહિલા વિભાગના અધ્યક્ષ ડો.મુણાલિનીબેન ઠાકરના માર્ગદર્શન સાથે અમદાવાદ ના ડો. હેતલબેન પંડ્યા, જામનગરના ડીમ્પલબેન રાવલ, વિગેરે જોડાયા હતા. આ સંમેલનમા ભારત અને તિબ્બત ના પુરાતન સંબંધો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તેમજ વેદોમાં પણ ભારત અને તિબ્બેત ના સંબંધો અંગે ઉલ્લેખ છે તે અંગે ચર્ચા કરાઇ હતી, વધુમાં તિબ્બેતના નિર્વાસિત સરકારના વડાપ્રધાન પેમ્પા ત્સેરિંગએ જણાવ્યુ હતું કે ચીન નો આક્રમક રવૈયો તેની અસુરક્ષાની ભાવના છતી કરે છે, ચીનનો હેતુ એશિયામાં પોતાનો દબદબો કાયમ માટે પ્રસ્થાપિત કરવાનો રહ્યો છે.

ચીનનો મુખ્ય ઉદેશ ભારતને રોકવાનો છે જેથી કરીને તેમને કોઈ પડકાર ફેંકી ના શકે, આ માટે તે ભારત સરકારને પરેશાન કરવા વિવિધ કાર્યવાહી કરતું રહે છે, તિબ્બેતના પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે આધ્યાત્મિક ગુરુ દલાઇલામાએ હંમેશા ભારત અને ચીન સારા પાડોશી બની રહે તે બાબત ને સમર્થન કર્યું છે.

બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમા રાષ્ટ્રીય મહાસચિવ સૌરભ સાશ્વતએ રાષ્ટ્રીય કાર્યકારણી જમ્મુનો સંદેશભરમાં કાર્યકર્તાઓ લઈ જશે તેવું જણાવ્યુ હતું, આ સંમેલનમા તિબ્બેતની આઝાદી માટે તથા સ્કૂલના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા માટેનો પ્રસ્તાવ પસાર કરાયો હતો, સંમેલન માં પાસ કરવામાં આવેલા પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવશે.

સંમેલનમા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જોશી પ્રદેશ મહિલા વિભાગના ડીમ્પલબેન રાવલ, હેતલબેન પંડ્યા નું સન્માન નિર્વાસિત તિબ્બેત સરકારના વડાપ્રધાન પેમ્પા ત્સેરિંગ અને રાષ્ટ્રીય મહાસચિવ સૌરભ સાશ્વત દ્વારા કરવામાં આવ્યું હતું, આ સંમેલનમા ડો. કુલદીપ શર્મા, વિવેક સિંઘલ, આર.સિ. શર્મા, અશ્વિની શર્મા, પ્રદ્યુમન, રાજેશ, કાંથલ, રાજેશકુમાર વિગેરેએ જહેમત ઉઠાવી હતી, તેમ રાજેશ ભાતેલિયા સહસંયોજક મીડિયા આઇટી વિભાગ ગુજરાત પ્રાંત, ભારત તિબ્બત સંઘની યાદીમાં જણાવ્યુ છે.

જમ્મુ ભારત તિબ્બત સંઘ ના રાષ્ટ્રીય સંમેલનમા જામનગરનો ડંકો

ભારત તિબ્બત સંઘનું રાષ્ટ્રીય સંમેલન બે દિવસ માટે જમ્મુમાં યોજવામાં આવ્યું હતું જેમાં દેશભરના પ્રતિનિધિઓ જોડાયા હતા તેમજ નિર્વાસિત તિબ્બત સરકારના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા, આ સંમેલનમા ગુજરાત પ્રદેશ મહિલા વિભાગના સચિવ ડીમ્પલબેન રાવલે જામનગરમાં રાજવી પરિવાર દ્વારા આશરા ધર્મ અંગે લોકોને માહિતગાર કર્યા હતા, જામ દિગ્વિજયસિંહ દ્વારા બીજા વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના એક હજાર બાળકોને આશ્રય આપવામાં આવ્યો હતો.

તેમજ વર્તમાન જામસાહેબ જામ શત્રુશલ્યસિંહજી દ્વારા અંદાજે છેલ્લા 25 વર્ષથી નિર્વાસિત તિબેટીયનોને શહેર મધ્યમાં વેપાર માટે વિનામુલ્યે હજારો ફૂટ જગ્યા ફાળવવામાં આવે છે, સાથોસાથ તેઓની સલામતી માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે, આ અંગે સંમેલનમા મંચ ઉપરથી માહિતી પૂરી પાડવામાં આવી હતી, પ્રદેશ સચિવ ડીમ્પલબેન રાવલે જામનગર અંગેની આ વિગત જમ્મુમાં રાષ્ટ્રીય સંમેલનમા જણાવતા ઉપસ્થિત દેશભરના પ્રતિનિધિઓએ આ વાતને વધાવી લીધી હતી.

આ પણ વાંચો: Hiraba modi health update: પીએમ મોદીની માતા હીરાબાનું હેલ્થ બુલેટિન થયું જાહેર, જાણો શું આવ્યું રિપોર્ટ…