Isudan Gadhvi

Isudan gadhvi khambhalia candidate: આપના સીએમ પદનો ચહેરો ઈસુદાન ગઢવી આ સીટથી લડશે ચૂંટણી

Isudan gadhvi khambhalia candidate: આમ આદમી પાર્ટી તરફથી ઈશુદાન ખંભાળીયાથી ચૂંટણી લડવાની જાહેરાત કરાઈ

અમદાવાદ, ૧૩ નવેમ્બર: Isudan gadhvi khambhalia candidate: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આખરે ઈશુદાન ગઢવી ગુજરાતની કંઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેની આતૂરતાનો અંત આવ્યો છે. આમ આદમી પાર્ટી તરફથી ઈશુદાન ખંભાળીયાથી ચૂંટણી લડવાની જાહેરાત કરાઈ છે. 

AAP 1

આ અંગે અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરી માહિતી આપી છે. સાથે જ દ્વારકા સીટ પરથી નકુમ લક્ષ્મણભાઈ ભોગાભાઈ ને ચુનાવી મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.

કેજરીવાલે ટ્વિટ કરી જણાવ્યું કે, ‘ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયામાંથી ચૂંટણી લડશે! ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ પરથી ગુજરાતને નવા અને સારા મુખ્યમંત્રી મળશે.’

થોડા દિવસોથી ગુજરાતના રાજકીય માહોલમાં ચર્ચા ચાલતી હતી કે આમ આદમી પક્ષના સીએમ પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે. આજે સવારથી ચર્ચા ચાલતી હતી કે ઈસુદાન ગઢવીની બેઠક અંગે AAPના સંયોજક કેજરીવાલ સત્તાવાર જાહેરાત કરશે.

આ પણ વાંચો: Ambaji 108 team: અંબાજી ૧૦૮ ટીમની મહિલા કર્મચારીએ ગબ્બર પર્વતના ૩૫૦ પગથીયા ચડી ને દર્દી નો જીવ બચાવ્યો

Gujarati banner 01