Kaushik jain

Kaushik Jain won from dariyapur: કોંગ્રેસનો ગઢ ગણાતી દરિયાપુર સીટ હાથમાંથી સરકી, ભાજપની જીત

Kaushik Jain won from dariyapur: દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર થઇ

અમદાવાદ, 08 ડીસેમ્બર: Kaushik Jain won from dariyapur: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ માટે અપસેટના સમાચાર છે. દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર થઇ છે, જ્યારે ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઇ છે.

અમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર 1,24,696 વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 59.40 ટકા મતદાન થયું હતું. દરિયાપુર બેઠક પર કુલ 2,09,909 મતદારો છે. જેમાં 1,07,597 પુરુષ મતદારો અને 1,02,300 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

2012-2017માં કોંગ્રેસે મારી હતી બાજી

બીજી બાજુ, ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. 2017માં આ બેઠક પર 65.16% ટકા મતદાન થયું હતું. જ્યારે 6,187 મતોથી કોંગ્રેસની જીત થઇ હતી. આવી રીતે જ વર્ષ 2012માં પણ આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. 2012માં આ બેઠક પર 70.66% ટકા મતદાન થયું હતું અને 2,621 મતોની લીડથી ભાજપે જીત હાંસલ કરી હતી.

આ પણ વાંચો: Gujarat election result update: અમદાવાદમાં ભાજપ ભવ્ય વિજય તરફ, આટલી સીટો પર કરશે કબજો…

Gujarati banner 01