BJP

Gujarat election result update: અમદાવાદમાં ભાજપ ભવ્ય વિજય તરફ, આટલી સીટો પર કરશે કબજો…

Gujarat election result update: જમાલપુર-ખાડિયા છોડી ભાજપ તમામ બેઠકો પર આગળ

ગાંધીનગર, 08 ડીસેમ્બર: Gujarat election result update: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી આજે 8 ડિસેમ્બરે, સવારે 8:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ થઈ ગઈ છે. જેમાં, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે.

એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી થઈ રહી છે. ત્યારે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ, પોલિટેક્નિક અને કોમર્સ કોલેજ ખાતે મતદાન ગણતરી પહેલાં સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ગુજરાત કોલેજ ખાતે જમાલપુર, દરિયાપુર, અસારવા, દાણીલીમડા, બાપુનગર, નરોડા અને ઠક્કરબાપાનગર બેઠકોની મતગણતરી થઈ રહી છે. જેને લઇ અને ઉમેદવારો તેમજ એજન્ટો મત ગણતરી કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે.

પહેલાં બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ હતી. બેલેટ પેપરની ગણતરીમાં ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ, વેજલપુરમાં અમિત ઠાકર આગળ ચાલી રહ્યા છે. અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકમાંથી માત્ર જમાલપુર બેઠક પર કોંગ્રેસ આગળ છે, બાકીની તમામ 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારો કરતા આગળ ચાલી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાની 8 બેઠકની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગણતરી ચાલી રહી છે. જેમાં ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ,નારણપુરા, અમરાઈવાડી, મણીનગર અને સાબરમતી ચાલી રહી છે.

દસ્ક્રોઇ બેઠકની 30 રાઉન્ડમાં, ધોળકા વિધાનસભામાં 19 રાઉન્ડમાં, ધોળકા વિધાનસભામાં 19 રાઉન્ડમાં, વિરમગામ વિધાનસભામાં 25 રાઉન્ડમાં, સાણંદ વિધાનસભામાં 22 રાઉન્ડમાં અને નિકોલ વિધાનસભા બેઠકની 17 રાઉન્ડમાં ગણતરી થશે.

આ પણ વાંચો: Gujarat election result: ગુજરાતમાં ફરી ખીલશે કમળ…! ભાજપ 139 અને કોંગ્રેસ 31 સીટો પર આગળ

Gujarati banner 01