lockdown rumor spreader

ગુજરાત સરકારના નામે લોકડાઉન(lockdown rumor spreader)નો ફેક લેટર વાયરલ કરનાર વ્યક્તિની સાઇબર ક્રાઇમે બ્રાન્ચે કરી ધરપકડ, જાણો કોણ છે?

અમદાવાદ, 13 એપ્રિલઃ અમદાવાદ સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેઓ ગુજરાત સરકારના નામનો ફેક લેટર વહેતો કરવામાં આવેલો. ખોટો મેસેજ મુકનાર અમદાવાદના અમૃત સલાટ નામના યુવકને સાયબર ક્રાઇમ બ્રાંચે શોધી ધરપકડ કરી. શહેરોમાં લોકડાઉનની (lockdown rumor spreader) અફવા ફેલાવનાર આરોપી અમૃત સિલાઈ કામ કરે છે અને પોતે ફેક લેટર એડિટિંગ કરી અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં કોપી કરી અને ફેસબુક પર મુક્યો હોવાનું સામે આવ્યું છે.

Whatsapp Join Banner Guj

સાઇબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઝડપાયેલો અમૃત કુબેરનગરના સંતોષીનગરમાં રહે છે અને સિલાઈનું કામ કરે છે. અમૃત સલાટ ફેસબુક ઉપર લોકડાઉન (lockdown rumor spreader) ફેક લેટર સાથેની પોસ્ટ મૂકી હોવાનું સામે આવ્યું હતું. આ રીતેની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી લોકોમાં ભયનો માહોલ સર્જાવા અંગે સાયબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જેને આ ફેક લેટર પોતે એડિટ કર્યો હોવાનું કબૂલાત કરી છે. લોકડાઉન (lockdown rumor spreader) ફેક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજ્યના ડીજીપી દ્વારા સાયબર ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન હેઠળ અમદાવાદ, સુરત, પંચમહાલ અને વડોદરા રેન્જમાં ગુનો દાખલ કરી ખોટો મેસેજ વાયરલ કરનાર ધરપકડ કરી મુખ્ય ફેક લેટર બનાવનારની તપાસ શરૂ કરી છે.

ADVT Dental Titanium

સાયબર ક્રાઇમ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી અમૃત સલાટે પોતાના ફેસબુક પેજ પર ગુજરાત સરકારના નામનો એક ફેક લેટર પોસ્ટ કર્યો હતો. જેમાં આરોપી અમૃત સલાટ પોતાના ફેસબુક આઇડી ઉપર પોસ્ટમાં કોવિડ-19 ના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું પણ આ બાબતે કોઈ નક્કર પરિણામની આશા ન હોવાથી ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના છ શહેરોમાં તારીખ 11 એપ્રિલથી તારીખ 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન (lockdown rumor spreader) નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આપાતકાલીન સેવાઓ શરૂ રહેશે અને લોકડાઉનના નિયમનું પાલન થાય તેવી જવાબદારી જે તે શહેરના એસપી, ડીવાયએસપીની રહેશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના આવા લખાણવાળા ખોટા મેસેજની પોસ્ટ સોશિઅલ મીડિયામાં મૂકી હતી.

આ પણ વાંચો….

રાજ્યમાં વધતા કોરોના કેસ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર્પોરેશન અધિકારીઓ સાથે વીડિયો કોન્ફોરન્સ(video conference) યોજી, આપ્યા આ મહત્વના સૂચનો