luxury bus accident

luxury bus accident: લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 6ના મોત 17 ઘાયલ

luxury bus accident: આ અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું મોત નિપજ્યુ છે

વડોદરા, 18 ઓક્ટોબર: luxury bus accident: આજે સવારે કપૂરાઈ ચોકડી પાસે રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થઈ ગયા છે અને 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું મોત થઈ ગયું છે. ગત 4 ઓક્ટોબરના રોડ દરજીપુરા એરફોર્સ પાસે છકડોરિક્ષા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ પણ વાંચોઃ Helicopter crash in kedarnath: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત

આ પણ વાંચોઃ MEMU trains cancelled: આવતી કાલથી આ તારીખ સુધી પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ

Gujarati banner 01