Helicopter crash in kedarnath

Helicopter crash in kedarnath: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત

Helicopter crash in kedarnath: આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ

નવી દિલ્હી, 18 ઓક્ટોબરઃHelicopter crash in kedarnath: ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હોલિકોપ્ટર એક આર્યન કંપનીનું હતું. ક્રેશ થવાનું કારણ હજુ સામે નથી આવ્યું. જોકે, ખરાબ હવામાન હોલિકોપ્ટર ક્રેશનું કારણ હોય શકે છે.

આ હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી. જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. કેદારનાથ ધામમાં ધુમ્મસના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટના બાદ હેલિકોપ્ટરના અનેક ટુકડા થઈ ગયા હતા. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલું છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે કેદારનાથ પાસે ખાનગી કંપની આર્યન કંપનીનું હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થવાની આશંકા છે.

આ પણ વાંચોઃ MEMU trains cancelled: આવતી કાલથી આ તારીખ સુધી પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ

આ પણ વાંચોઃ 8 Trustees Of Vidyapith Resigned: કુલપતિની નિમણૂકથી નારાજગીના કારણે ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ પૈકી 8 ટ્રસ્ટીઓએ આપ્યા રાજીનામાં

Gujarati banner 01