rakesh Tikait

રાકેશ ટિકૈતના સમર્થનમાં મહાપંચાયતનું આયોજન, મુઝફ્ફરનગરનું મેદાન નાનું પડ્યું: જુઓ વીડિયો

rakesh Tikait

નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ ખેડૂતોના મસીહા મનાતા ટિકૈત પરિવારના સમર્થનમાં મુઝ્ઝફરપુરમાં મહાપંચાયત યોજાઈ છે. જેમાં ખેડૂતો નેતાઓએ ભાજપને આગામી ચૂંટણીમાં સબક શીખવાડવાની જાહેરાત કરી છે. આજે મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા ચન્દરબીર ફૌજીએ કહ્યુ છે કે, ‘રાકેશ ટિકૈતના આંસુઓનો હિસાબ સરકાર પાસે લેવામાં આવશે.’ બીજી તરફ રાષ્ટ્રીય લોકદળ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓ ખુલીને હવે રાકેશ ટિકૈતના સમર્થનમાં આવી ગયા હોવાથી આ આંદોલનને હવે રાજકીય રંગ પણ મળ્યો છે અને આંદોલન વધારે ઉગ્ર બને તેવા એંધાણ વરતાઈ રહ્યાં છે.’

મુઝફ્ફરનગરમાં બીકેયુ અધ્યક્ષ નરેશ ટિકૈતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. લોકો એટલી મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે કે મુઝફ્ફરનગરનું GIC મેદાન પણ નાનું પડ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર મહાપંચાયતનો આ વીડિયો સૌથી વધારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, લોકો કૉલેજ મેદાન સિવાયના ભાગમાં પણ બહારના ભાગે ટોળેટોળાં ઊભા છે.

એવું કહેવાઇ રહ્યું છે કે, ‘આ જનમેદની ખેડૂત નેતા રાકેશ ટિકૈતના સમર્થનમાં ઉમટી છે. હજી પણ ખેડૂતોની આ મહાપંચાયત શરૂ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે, ખેડૂતો આજ સાંજ સુધીમાં ત્યાંથી ગાજીપુર બોર્ડર માટે કૂચ કરી શકે છે. હજારો ખેડૂતો બીકેયુના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે અને ટિકૈત બંધુઓનું પૂરેપૂરું સમર્થન કરી રહ્યાં છે.

Whatsapp Join Banner Guj

સવારથી જ ખેડૂતો મેદાન પર પહોંચવા લાગ્યા હતા. આ સાથે જ પોલીસ પ્રશાસને કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. દરેકની નજર આ મહાપંચાયત પર છે. માનવામાં આવે છે કે નરેશ ટીકૈત મોટી જાહેરાત કરી શકે છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ મહાપંચાયતમાં પહોંચી રહી છે. આરએલડીના રાષ્ટ્રીય મહામંત્રી જયંત ચૌધરીની પણ ચર્ચા છે.

અગાઉ, પ્રશાસન અને ભારતીય કિસાન સંઘ વચ્ચે સંભવિત મુકાબલો ટળી ગયો હતો. વહીવટીતંત્રે કિસાન પંચાયતને મંજૂરી આપી હતી. આ સાથે જ સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા માટે માર્ગમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…

અગામી ફિલ્મમાં કંગના ભજવશે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા, એક્ટ્રેસે સ્પષ્ટ કર્યું કે આ બાયોપિક નહીં હોય..!