News Flash 05

Mahesh Vasava : આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાની નારાજગી વચ્ચે પુત્ર મહેશ વસાવા 11 માર્ચે કેસરીયો ધારણ કરશે- વાંચો વિગત  

Mahesh Vasava : મહેશ વસાવા સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ અગ્રણીઓ સાથે મહેશ વસાવાની મુલાકાત કરી

ભરૂચ, 06 માર્ચ : Mahesh Vasava : ભરૂચ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતની ભરૂચ બેઠક ચર્ચાના કેન્દ્ર સ્થાને છે એક તરફ ચૂંટણીમાં કોંગ્રેસનું પત્તુ કપાયું છે તો હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટી ભાજપમાં સમાવી લેવા પ્રયાસ ચાલી રહ્યા છે. આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાની નારાજગી વચ્ચે તેમના પુત્ર મહેશ વસાવા કેસરિયા કરવા જઈ રહ્યા છે ત્યારે મહેશ વસાવા સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ અગ્રણીઓ સાથે મહેશ વસાવાની મુલાકાત કરી હતી.

આ પણ વાંચોઃ Today Farmers Protest: આજે આંદોલનકારી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે-ટિકરી, સિંધુ અને ગાજીપુર બોર્ડર પર સુરક્ષાની કરવામાં આવી કડક વ્યવસ્થા

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મરૂતિસિંહ અટોદરિયા અને સહકારી આગેવાન અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે મહેશ વસાવાએ પક્ષમાં આવકાર આપ્યો હતો. 11 માર્ચે કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમમાં મહેશ વસાવા કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. આ ઉપરાંત BTP નું ભાજપ માં વિલીનીકરણ થઈ શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો