kinjal dave char char bangadi

High court stay On char bangdi: કિંજલ દવેની મુશ્કેલી વધી, હાઈકોર્ટે ‘ચાર-ચાર બંગડી..’ ગીત પર સ્ટે એકવાર ફરી લંબાવી દીધો- વાંચો શું છે મામલો?

High court stay On char bangdi : કિંજલ દવે હજી આગામી 26 માર્ચ સુધી આ ગીત નહીં ગાઇ શકે

અમદાવાદ, 06 માર્ચઃ High court stay On char bangdi: ચાર ચાર બંગડીવાળા ગીતથી ફેમસ થઇ ચૂકેલી લોકપ્રિય ગાયિકા કિંજલ દેવની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. હાઈકોર્ટે આ ગીત પર સ્ટે આપ્યા બાદ ફરી એકવાર સ્ટેને લંબાવી દીધો છે. જેના લીધે કિંજલ દવેને ફરી મોટો ઝટકો લાગ્યો છે. હવે તે આગામી 26 માર્ચ સુધી આ ગીત નહીં ગાઇ શકે. 

આ પણ વાંચોઃ Mahesh Vasava : આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાની નારાજગી વચ્ચે પુત્ર મહેશ વસાવા 11 માર્ચે કેસરીયો ધારણ કરશે- વાંચો વિગત  

ઉલ્લેખનીય છે કે, રેડ રિબોટ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સેશન કોર્ટમાં આ મામલે કિંજલ દવે સામે કેસ કરવામાં આવ્યો હતો. જેમાં સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો હતો. સેશન્સ કોર્ટે અગાઉ તેના ચુકાદામાં કોપીરાઈટનો દાવો ફગાવી દીધો હતો. જેના બાદ હાઈકોર્ટમાં આ મામલે પડકાર ફેંકાયો જેના પર હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને ફેરવી નાખતાં કિંજલ દવે પર જાહેરમાં આ ગીત ગાવા સામે રોક લગાવી દેવામાં આવી હતી. હવે ફરી એકવાર 26 માર્ચે આ મામલે સુનાવણી થશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો