AMC વિસ્તારમાં તમામ દુકાનો આવતીકાલ સવારે છ વાગ્યાથી આગામી સાત દિવસ સુધી બંધ રહેશે.દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે.

ગાંધીનગર,૦૬ મે ૨૦૨૦

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ કુમાર ગુપ્તા અને અમદાવાદ શહેરમાં કોરોના ની કામગીરી ની દેખરેખ સોંપવામાં આવી છે. શ્રી ગુપ્તાએ આજે અમદાવાદ શહેરમાં નવા નિમાયેલા મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર તથા શહેરના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓની તાકીદની બેઠક યોજી અને શહેરની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.શ્રી રાજીવ કુમાર ગુપ્તાએ આવતીકાલથી અમલમાં આવે તે રીતે કેટલાક નિર્ણય લીધા છે તે અનુસાર શહેરની 9 જેટલી ખાનગી હોસ્પિટલોને કે જેની અંદાજે ૧૦૦૦ બેડ. જેટલી ક્ષમતા હોય તેવી 9 હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે.
ઓછામાં ઓછી 50 room ધરાવતી 3 સ્ટાર કેટેગરરીની હોટલોને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાની કાર્યવાહી હાથ ધરવા પણ તેમણે જણાવ્યું છે. આવી 5000 બેડની ક્ષમતાવાળી હોટલોને આઈડેન્ટિફાય કરાઇ છે.
શાકભાજી અને ફ્રુટ ના ફેરિયાઓ કરિયાણા પ્રોવિઝન સ્ટોર્સ, સુપરમાર્કેટ, આઇસ ક્રીમ પાર્લર અને સ્વિગી ઝોમેટો જેવી online delivery કરતા ડીલીવરી બોય સુપર સ્પેડર પુરવાર થાય છે ત્યારે લોકોમાં સંક્રમણ અટકાવવા AMC વિસ્તારમાં તમામ દુકાનો આવતીકાલ સવારે છ વાગ્યાથી આગામી સાત દિવસ સુધી બંધ રાખવાની રહેશે. જોકે દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે. સુપર spreader લોકોનું સ્ક્રિનિંગ દરેક વોર્ડમાં કરાશે.
ઉપરાંત શંકાસ્પદ સ્પેડરના પણ ટેસ્ટ કરાશે એમ તેમણે ઉમેર્યું હતું.
…….