બજારો માં હજારોની ભીડ જામીને રોડ પર ટ્રાફિક જામ થયો જેનાથી નવા હજારો કેસ વધી જવાની સંભાવના વધી છે: વિનોદ પંડ્યા

એ એમ સી કમિશ્નર અમદાવાદ.
હેલ્થ વિભાગ..ગુજરાત રાજ્ય ગાંધીનગર.
તા.06/05/2020

વિષય – આજના આપના આપ ખુદી નિર્ણય બાબતે જાહેર હિતમાં ફરિયાદ

અમદાવાદની જનતાનું હિત સુવિધા સમજદાર ઉત્તમ કમિશ્નર વિજય નેહરાને છોડી બીજા કમિશ્નર શ્રી મુકેશને આપ લઈ આવ્યા છો.જનતાના હિતમાં સમજીને નિર્ણય લેવાની તેમની સ્વતંત્રતા છે કે નહિ તે ખબર નથી પણ આજના તેમના નિર્ણયથી જનતા પ્રત્યેની તેમની સંવેદના જણાઈ નથી.

હાલમાં સાત વાગ્યા સુધી ચીજ વસ્તુ મળતી હતી..અડધો કલાક પહેલા આપનું ફરમાન આવે છે કે કાલથી સંપૂર્ણ ચીજવસ્તુ અને અમદાવાદ શહેર બંધ.

જનતાને કોઈપણ જાતનો સમય બજારમાં દુકાનોમાં ચીજવસ્તુની વ્યવસ્થા કે અગાઉથી જાણ કર્યા વગર આપના દ્વારા આવો એકદમ નિર્ણય લેવાથી એકસાથે બજારો માં હજારોની ભીડ જામીને રોડ પર ટ્રાફિક જામ થયો.

જેનાથી નવા હજારો કેસ વધી જવાની સંભાવના વધી છે.

આ નિર્ણયની બજારમાં ચીજ વસ્તુઓની વ્યવસ્થા ઊભી કરીને જનતાને અગાઉથી જાણ કરી શક્યા હોત..જેનાથી એકસાથે લોકો બજારમાં ઉમટી ના પડ્યા હોત. ટ્રાફિક જામ થયો ના હોત.

તે રીતે કોરોના કેસમાં વધારો રોકી શક્યા હોત.

શાણી વાતો કરવી આસાન પણ આવા આપખુદી નિર્ણયથી શહેર ની સામાન્ય જનતાની પરેશાની આપની સમજ બહાર છે.

દરેક લોકો પાસે રૂપિયા અને સુવિધાઓ હોતી નથી. માટે આર્થિક સક્ષમ લોકોના વ્યૂહ જાણી આપ આપખુદ બની રહ્યા છો. તેમ જણાય છે.

સામાન્ય માણસના ઘરમાં રૂપિયા અને ખાવાની વસ્તુઓ હાજર ના હોય તે આપખુદ અને તુમાખી લોકો કે વહીવટી તંત્ર સમજી શકતું નથી તેમ આપના નિર્ણયોથી લાગે છે.

રૂપિયે ઐયાશી કરતા આપ સૌને જનતા જે મહામારી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી છે તેમાંથી પસાર થવું પડતું નથી. માટે જ જનતાની વેદના અને જરૂરિયાતો આપ સમજી શકતા નથી.

આપ હોશમાં આવો તે માટે મજબૂરીથી સખત શબ્દો લખવા પડ્યા છે કોઈ નશેડી પણ આવા જનહિત વિરુદ્ધના આપખુદ નિર્ણયો લઈ શકે નહિ તેવા કામ આપ કરી રહ્યા છો.

જેનાથી મારા શહેરની 80 % જનતાનું આપ અહિત કરી રહ્યા છો તેનું ધ્યાન રાખી હવે પછી આપખુદી નિર્ણયો લઈ સામાન્ય જનતાને બજારમાં ભીડ ઊભી કરવા મજબૂર નહિ કરવા આ ફરિયાદ આપને કરેલ છે.

આપના નિર્ણયની આજની પરિસ્થિતિ મેં નજરે જોઈ છે લોકોની લાચારી ભીડ ટ્રાફિક ની વેદના જોયા પછી આપની પર સખ્ત થવાની જરૂર પડી છે..

વિનોદ પંડ્યા & પ્રિયંક પંડ્યા
એડવોકેટ કમ જનહિત કાર્યકર્તા આંબાવાડી અમદાવાદ