G.S Malik

New Police Commissioner Of Ahmedabad: ગુજરાતમાં 70 પોલીસ અધિકારીઓની થઈ બદલી, અમદાવાદને મળ્યો નવો પોલીસ કમિશ્નર

New Police Commissioner Of Ahmedabad: ADGP જ્ઞાનેન્દ્રસિંહને અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યાં છે

અમદાવાદ, 27 જુલાઈઃ New Police Commissioner Of Ahmedabad: ગુજરાતમાં ફરી એકવાર બદલીઓનું ભૂત ધ્રૂણ્યું છે. જેમાં 65 સિનિયર IPS સહિત 70 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે CM ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર પર મોહર લગાવી હતી.

અમદાવાદમાં અત્યાર સુધી ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંહ પોલીસ કમિશનર તરીકે ફરજ પર હતાં. પરંતુ હવે ADGP જ્ઞાનેન્દ્રસિંહને અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત રેન્જ આઈજી અભય ચુડાસમાને કરાઈ એકેડેમીની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત વડોદરાના પોલીસ કમિશ્નર શમશેરસિંહને લૉ એન્ડ ઓર્ડરમાં નિમણૂંક અપાઈ છે. જ્યારે અનુપમસિંહ ગેહલોતને વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યાં છે.

આ પણ વાંચો… Ganpati special train: પશ્ચિમ રેલવે વિશ્વામિત્રી-કુડાલ વચ્ચે ગણપતિ વિશેષ ટ્રેન દોડાવશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો