Stop the river cruise yatra

Stop the river cruise yatra: વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂજ યાત્રા છાપરામાં અટકી, કારણ કે…..

Stop the river cruise yatra: ત્રણ-ચાર દિવસ પહેલા આ ક્રુઝને પીએમ મોદીએ વારાણસીથી લોન્ચ કર્યું હતું

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: Stop the river cruise yatra: વારાણસીથી ડિબ્રુગઢ જવા નીકળેલી ગંગા વિલાસ ક્રૂઝ સોમવારે છપરામાં ફસાઈ ગઈ હતી. ડોરીગંજમાં ગંગા નદીમાં પાણી ઓછું હોવાથી ક્રુઝને કિનારે લાવવું મુશ્કેલ બન્યું છે.

માહિતી મળ્યા બાદ પ્રશાસન એલર્ટ થઈ ગયું હતું અને SDRFની ટીમે નાની બોટ દ્વારા પ્રવાસીઓને ચિરાંદ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ગંગા વિલાસ ક્રૂઝે વિશ્વની સૌથી લાંબી નદીની યાત્રા શરૂ કરી છે. ત્રણ-ચાર દિવસ પહેલા આ ક્રુઝને પીએમ મોદીએ વારાણસીથી લોન્ચ કર્યું હતું.

એવું કહેવાય છે કે આ પ્રવાસીઓ ચિરાંદનું પુરાતત્વીય મહત્વ જોશે. ચિરાંદ એ સારણ જિલ્લાનું સૌથી મહત્વપૂર્ણ પુરાતત્વીય સ્થળ છે, જે ડોરીગંજ બજાર નજીક છપરાથી 11 કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. ગંગા વિલાસ ક્રૂઝ છપરા પહોંચતા જ નદીમાં પાણી ઓછું હોવાથી કિનારા સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. SDRFની ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ છે.

આ પણ વાંચો: Police seized drugs in vadodara: વડોદરામાં દરોડો પાડી પોલીસે કરોડોની ડ્રગ્સ પકડી, એક આરોપી ઝડપાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો