Nita ambani cultural dance

Nita ambani cultural dance video: નીતા અંબાણીએ કર્યુ વિશ્વમંભરી સ્તુતિ પર સુંદર મનમોહક નૃત્ય- જુઓ વીડિયો

Nita ambani cultural dance video: આ ફંક્શનનું સૌથી ખાસ આકર્ષણ નીતા અંબાણીના ડાન્સ પરફોર્મન્સ રહ્યુ

જામનગર, 04 માર્ચઃ Nita ambani cultural dance video: ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંતની પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં થઈ હતી. ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં દેશ-વિદેશના દિગ્ગજો હાજરી આપવા આવ્યા હતા.

આ પણ વાંચોઃ Cold winds in Gujarat: ગુજરાતના વાતાવરણ ફરી આવ્યો પલટો, વિદાય લેતા શિયાળા ફરી અપાવ્યો ઠંડીનો અહેસાસ

આ ફંકશન માટે પ્રથમ વખત વિદેશી મહેમાનો ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં જામનગર પહોંચ્યા હતા. આ દરમિયાન આ ફંક્શનનું સૌથી ખાસ આકર્ષણ નીતા અંબાણીના ડાન્સ પરફોર્મન્સ હતું. તેના પરંપરાગત ડાન્સે દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ડાન્સનો એક વીડિયો સામે આવ્યો છે.

“યા દેવી સર્વભૂતેષુ વિદ્યા-રૂપેણા સંસ્થિતા, નમસ્તેય નમસ્તેય નમસ્તેય નમો નમઃ. નીતા અંબાણીના નૃત્યની શરૂઆત આ મંત્રથી થઈ હતી. આ પછી તેમણે “વિશ્વંભરી અખિલ વિશ્વ” અંબામાની સ્તુતિ પર પરંપરાગત ઈન્ડિયન ક્લાસિક ડાન્સ રજૂ કર્યો હતો. નીતા અંબાણીના આ વીડિયોની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો