Bill Gates Meets Pm Modi

Bill Gates Meets Pm Modi: બિલ ગેટ્સે કરી પીએમ મોદી સાથે ખાસ મુલાકાત, ટેકનોલોજી અને શિક્ષણ વિશે IITના વિદ્યાર્થીઓ સાથે કરી વાત

Bill Gates Meets Pm Modi: બિલ ગેટ્સ ઈનોવેશન ફોર પબ્લિક ગુડ વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાત કરવા આવ્યા હતા.

નવી દિલ્હી, 04 માર્ચઃ Bill Gates Meets Pm Modi: માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ગુરુવારે પીએમ મોદીને મળ્યા હતા, તે પહેલા તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) દિલ્હી ગયા હતા અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. બિલ ગેટ્સ ઈનોવેશન ફોર પબ્લિક ગુડ વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાત કરવા આવ્યા હતા. તેમના સંબોધનમાં બિલ ગેટ્સે વિદ્યાર્થીઓને સામાજિક ભલાઈ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચોઃ Nita ambani cultural dance video: નીતા અંબાણીએ કર્યુ વિશ્વમંભરી સ્તુતિ પર સુંદર મનમોહક નૃત્ય- જુઓ વીડિયો

આ કાર્યક્રમમાં બિલ ગેટ્સે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક પરિવર્તનશીલ ટેક્નોલોજી છે. બિલ ગેટ્સની ઈવેન્ટમાં 1,000 થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને સમગ્ર IIT કેમ્પસના વિદ્યાર્થીઓ માટે આ ઈવેન્ટને YouTube પર લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, બિલ ગેટ્સ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી. પીએમમોદીએ બિલ ગેટ્સનાં વખાણ કરતાં સોશિયલ હેન્ડલ પર લખ્યું કે ખરેખર એક અદ્ભુત મુલાકાત! એવા ક્ષેત્રોની ચર્ચા કરવામાં હંમેશા આનંદ થાય છે જે આપણા ભારતને વધુ સારું બનાવશે અને વિશ્વભરના લાખો લોકોને સશક્ત બનાવશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો