28 07 2018 golgappe 18251019

કોર્ટે પાણીપુરીવાળા(Panipurivala)ને 10 લાખ રુપિયાનો દંડ અને એક વર્ષની સજા સંભળાવી, જાણો શું છે કારણ?

Panipurivala

વડોદરા, 23 માર્ચઃ વડોદરાના ખ્યાતનામ પાણીપુરી(Panipurivala)ને માતબર રકમનો દંડ અને 1 વર્ષની સજા પણ થઇ હતી. વડોદરાની કોર્ટે રાજસ્થાન પાણીપુરીના માલિક દિનેશ શર્માને સજા ફટકારી હતી. રૂપિયા લીધા બાદ પરત નહી આપવાનું મોંઘુ પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન આઇસ્ક્રીમ ખુબ જ પ્રખ્યાત છે.

ADVT Dental Titanium

મીડિયા રિપોર્ટ અનુસાર, રાજસ્થાન પાણીપુરી અને રાજસ્થાન આઇસ્ક્રીમના માલિકે પોતાનાં એક મિત્ર પાસેથી 7 લાખથી વધારેની રકમ ધંધો આગળ વધારવા માટે લીધી હતી. જેની સામે તેમણે તેટલી જ રકમના ચેક પણ આપ્યા હતા. જેમાં તેઓએ તારીખ પણ નાખી હતી કે આ તારીખે તમે પૈસા જમા કરાવશો એટલે તમને તમારા પૈસા પરત મળી જશે. જો કે તે ચેક જમા કરાવતા તમામ ચેક બાઉન્સ થયા હતા. જેથી નાણા આપનારા મિત્રએ રાજસ્થાન આઇસ્ક્રીમના માલિકને જણાવ્યું હતું. તમારા તમામ ચેક બાઉન્સ થયા છે. મારા નાણા પરત કરો. જો કે રાજસ્થાન પાણીપુરીના માલિક દિનેશ શર્માએ નાણા પરત આપવાના બદલ ગલ્લા તલ્લા કરવાનું ચાલુ કર્યું હતું. 

Whatsapp Join Banner Guj

જેના પગલે નાણા આપનારા વ્યક્તિએ વડોદરાની કોર્ટમાં રાજસ્થાન પાણીપુરીના માલિક દિનેશ શર્મા વિરુદ્ધ નોટિસ ફટકારી હતી. આ કેસ ચાલ્યા બાદ હવે કોર્ટ દ્વારા તેને સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જેના કારણે હવે વેપારીને ગોટાળો કરવાનું મોંઘુ પડ્યું છે. ચેક બાઉન્સ થવાના કેસમાં આકરો દંડ થયો આ ઉપરાંત 1 વર્ષની સજા પણ ફટકારવામાં આવી છે. સચિન તેંડુલકર સહિતનાં અનેક હસ્તીઓ પણ અહીં પાણીપુરી ખાઈ ચુક્યા છે. 

આ પણ વાંચો….

Corona case update: અમદાવાદ અને સુરતમાં નવા 483 કેસ અને 2-2 દર્દીઓનાં મોતથી આરોગ્ય વિભાગ ચિંતામાં વધારો