Paresh dhanani

Paresh dhanani reached BJP office: ચુંટણી પ્રચારના અંતિમ દિવસે અમરેલી માં જોવા મળ્યા અદભૂત રાજકીય દ્રશ્યો, પરેશ ધાનાણી અચાનક પહોંચ્યા ભાજપ કાર્યાલય…

Paresh dhanani reached BJP office: કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ દીલીપ સંધાણી, પુરશોતમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચા ની ચુસ્કી લીધી

અમદાવાદ, 29 નવેમ્બર: Paresh dhanani reached BJP office: ચુંટણી પ્રચારના અંતિમ દિવસ આજે અમરેલીમાં અદ્ભુત રાજકીય દ્રશ્યો જોવા મળ્યા. વાસ્તવમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક ભાજપ કાર્યાલય પહોંચ્યા. અહીં તેમને દીલીપ સંધાણી, પુરશોતમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચા ની ચુસ્કી લીધી.

મળતી માહિતી પ્રમાણે, પરેશ ધાનાણી અને તેના લઘુબંધુ શરદ ધાનાણી ભાજપ ચુંટણી કાર્યાલય ખાતે પહોંચયા હતા. પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશિર્વાદ લીધા.

આ દરમિયાન પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપના કાર્યાલયમા રહેતા અને દિલથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશિર્વાદ આપશે. ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવ પેચ ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણતા ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા.

આ પણ વાંચો: Shraddha murder case update: પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી આફતાબે આપ્યું ચોંકાવનારું નિવેદન

Gujarati banner 01