nitin patel iuans

Petrol- Diesel rate in gujarat: ગુજરાતમાં પેટ્રાલ-ડીઝલના ભાવમાં હાલ નહીં મળે રાહત : નીતિન પટેલ, વાંચો શું કહ્યું નાયબમુખ્યમંત્રીએ..!

Petrol- Diesel rate in gujarat: ગુજરાત રાજ્યના ડે.સીએમે દાવો કર્યો છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ ઘણું સસ્તુ છે

ગાંધીનગર, 22 જુલાઇઃ Petrol- Diesel rate in gujarat: મોઘવારીને લઇ દેશમાં રહેતા દરેક વ્યક્તિ પરેશાન છે. ત્યાં દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવો ભાવ ભલે આસમાને પહોંચ્યો હોય પણ ગુજરાત રાજ્યના ડે.સીએમે દાવો કર્યો છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ ઘણું સસ્તુ છે.

બીજી તરફ હાલમાં તો કોઈપણ પ્રકારની રાહત પેટ્રોલ ડિઝલ(Petrol- Diesel rate in gujarat)માં મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી નથી. ખિસ્સા પર ભારણ યથાવત રહેશે. બીજી તરફ ડે, સીએમે જણાવ્યું કે તો હાલમાં વેપારીઓ માટે 31 જુલાઇ સુધી રસીકરણ ફરજિયાત કર્યું છે ત્યારે રવિવારે 1800 જેટલા સેન્ટર પર વેપારીઓ રસીનો ડોઝ લઈ શકશે.

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો છે. ત્યારે રાજ્યમાં પણ સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવા સરકાર વિચારી રહી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ કે, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે રાજ્યમાં સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવશે

આ પણ વાંચોઃ China’s henan heavy rain:ચીનના હેનાનમાં 24 કલાકમાં 18 ઈંચ ભારે વરસાદ, 25નાં મોત, 2 લાખનું સ્થળાંતર- 10 લાખથી વધુ અસરગ્રસ્ત, વાંચો વિગત

દેશની રાજધાની અને તેની આજુબાજુના વિસ્તારોમાં પેટ્રોલ પછી સીએનજી અને  પાઇપલાઇનથી પૂરા પાડવામાં આવતા રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં વાહનો માટે સીએનજી અને પાઇપલાઇનથી રાંધણ ગેસ પૂરી પાડતી કંપનીએ એક કિલો સીએનજીના ભાવમાં ૯૦ પૈસા અને સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ રાંધણ ગેસના ભાવમાં ૧.૨૫ રૃપિયાનો વધારો કર્યો છે

દિલ્હીમાં એક કિલો સીએનજીનો ભાવ ૪૩.૪૦ રૃપિયાથી વધીને ૪૪.૩૦ રૃપિયા થઇ ગયોે છે. દિલ્હીની બાજુમાં આવેલા નોઇડા. ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજીનો ભાવ ૪૯.૦૮ રૃપિયાથી વધીને ૪૯.૯૮ રૃપિયા થઇ ગયો છે. સ્થાનિક કરવેરાના દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં સીએનજી અને પીએનજીના ભાવ જુદા જુદા જોવા મળે છે.

આ પણ વાંચોઃ central university in ladakh: સરહદી યુવાન માટે મોદી સરકારનો મોટો નિર્ણય, અહીં બનશે સેન્ટ્રલ યુનિવર્સિટી- વાંચો સંપૂર્ણ અહેવાલ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૭૩ ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ, લદ્દાખ, સિક્કિમ અને દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે. જ્યારે રાજસ્થાન, ઓડિશા અને મધ્ય પ્રદેશમાં ડીઝલ(Petrol- Diesel rate in gujarat) પણ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે

Petrol- Diesel rate in gujarat