central university in ladakh

central university in ladakh: સરહદી યુવાન માટે મોદી સરકારનો મોટો નિર્ણય, અહીં બનશે સેન્ટ્રલ યુનિવર્સિટી- વાંચો સંપૂર્ણ અહેવાલ

central university in ladakh: 750 કરોડ રૂપિયાના ખર્ચે આ યુનિવર્સીટી ઉભી કરવામાં આવશે. આ નિર્ણયથી સ્થાનિક યુવાનોને લાભ મળશે

નવી દિલ્હી, 22 જુલાઇઃ central university in ladakh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુરુવારે કેબિનેટની એક બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં આ કેબિનેટ મિટિંગમાં લેવાયેલ નિર્ણયની જાણકારી આપી હતી. ભારત સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કેન્દ્રીય યુનિવર્સીટીના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ઠાકુરના જણાવ્યા મુજબ, 750 કરોડ રૂપિયાના ખર્ચે આ યુનિવર્સીટી ઉભી કરવામાં આવશે. આ નિર્ણયથી સ્થાનિક યુવાનોને લાભ મળશે. યુનિવર્સીટી હથેળ લેહ કારગિલ, લદ્દાખના વિસ્તારો આવશે.

કેન્દ્રીય કેબિનેટે તેની સાથે જ લદ્દાખ(central university in ladakh)માં એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. જે સ્થાનિક વિસ્તારમાં વેપાર અને અન્ય મુદ્દાઓ પર નિર્ણય કરશે. અનુરાગ ઠાકુરએ જણાવ્યું કે તેની સ્થાપનાથી લદ્દાખમાં ઝડપી વિકાસ થઇ શકશે. તેને કંપની એક્ટ હેઠળ લાવવામાં આવ્યું છે, કોર્પોરેશન પાસે 25 કરોડ રૂપિયા સુધીનું બજેટ હશે.

આ પણ વાંચોઃ Miss India USA 2021 : મિશિગનની વેદૈહી ડોંગરેએ જીત્યો મિસ ઈન્ડિયા યુએએસ 2021નો ખિતાબ

કેન્દ્રીય કેબિનેટે સ્ટીલ ઉદ્યોગને જોતા એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે સ્ટીલની આયાત ઓછી કરવા માટે PLI યોજનાની જાહેરાત કરી છે. આ યોજના 6 હજાર કરોડ રૂપિયાથી વધુ હશે, જેની મદદથી 40 હજાર કરોડ રૂપિયાનું રોકાણ પણ આવશે.

આ પણ વાંચોઃ mahesh chandra gupta: ભાજપના આ નેતાએ લીધી પ્રતિજ્ઞા, કહ્યું- જ્યાં સુધી કોરોના ખતમ નહીં થાય ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરું..! વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, આ સમયે સંસદનું ચોમાસુ સ્તર ચાલી રહ્યા છે એવામાં સંસદ સત્ર વચ્ચે કેબિનેટની બેઠક કરવામાં આવી. ઘણીવાર કેબિનેટ બેઠક બુધવારના રોજ થાય છે. પરંતુ ગઈકાલે ઈદની રજા હોવાને કારણે આ મિટિંગ ગુરુવારે જ યોજાઈ ગઈ. ગત કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે DA વધારવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj