cr patil arjun modwadia

Meeting of Porbandar district BJP workers: સી.આર. પાટીલની હાજરીમાં પોરબંદર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓની મળી બેઠક

Meeting of Porbandar district BJP workers: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં પોરબંદર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓની બેઠક મળી

whatsapp banner

પોરબંદર, 24 એપ્રિલ: Meeting of Porbandar district BJP workers: સી.આર. પાટીલે પોરબંદર લોકસભાના ઉમેદવાર ડૉ. મનસુખભાઈ માંડવીયા ૭ લાખ કરતા વધુ અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને એક લાખ કરતા વધુ મતોથી જીતાડવા માટે કમર કસી લેવા હાકલ કરી

બેઠકમાં પોરબંદર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, નગર પાલિકાના પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવાર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) સહિતના આગેવાનો હાજર રહ્યા.

cr patil with lady worker

આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટીલ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. બપોરે એક વાગ્યાની આસપાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોરબંદર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. પોરબંદર એરપોર્ટ ખાતે સી.આર. પાટીલનું પોરબંદર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, નગર પાલિકાના પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવાર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) સહિતના આગેવાએ સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યુ હતું.

આ પણ વાંચો:- Kotak Mahindra Bank: કોટક મહિન્દ્રા બેન્ક આણંદ જિલ્લાના 100 ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ અપાશે

ત્યાર બાદ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની બેઠક મળી હતી. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને આગામી લોકસભા તેમજ વિધાનસભાની પેટાચુંટણી સબંધીત માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ ચુંટણી પ્રચાર માટે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી અત્યારથી જ કમર કસીને કામે લાગી જવા તેમજ લોકસભાના ઉમેદવાર ડૉ. મનસુખભાઈ માંડવીયાને સાત લાખ કરતા વધુ મતો અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને એક લાખ કરતા વધુ મતોની સરસાઈ સાથે જીતાડવા હાકલ કરી હતી.

તેમણે ભાજપના કાર્યકર્તાઓને હાંકલ કરતા કહ્યું હતું કે, બે વાર લોકસભા જીત્યા અને હવે જીતની હેટ્રિક મારવાની છે. તેમણે ‘અબ કી બાર 400 પાર’ના નારાને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું.

સી.આર. પાટીલે કહ્યું કે મોદી સાહેબે વિકાસના આધારે 10 વર્ષનાં શાસનમાં સક્ષમતા સાબિત કરી. વડાપ્રધાન મોદી સાહેબે દેશના યુવાનો માટે સંકલ્પ કર્યો છે. યુવાનોને વગર વ્યાજની લોન આપી. આ વખતની ગેરંટીમાં વગર વ્યાજની રૂ. 20 લાખ સુધીની લોન આપી. મોદી સરકારે 11 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવ્યાં છે. 10 વર્ષમાં મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાથી બહાર લાવ્યા છે.

એટલે મોદી સરકાર ત્રીજી વખત બને તે માટે આપણે ૭ લાખ કરતા વધુ મતોની સરસાઈ સાથે પોરબંદર લોકસભાની સીટ જીતવાની છે. સાથે જ પોરબંદર વિધાનસભાની બેઠક પણ એક લાખ કરતા વધુ મતોની સરસાઈ સાથે જીતવાની છે. પોરબંદર શહેર/જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પણ ડૉ. મનસુખભાઈ માંડવીયા અને અર્જુનભાઈ મોઢવાડિયાને જંગી બહુમતીથી જીતાડી લોકસભા તેમજ વિધાનસભામાં પોરબંદરનું કમળ મોકલવાની ખાતરી આપી હતી.

સી.આર. પાટીલે દરેક કાર્યકર્તાઓને મતદારોના ઘર સુધી જઈ તેઓને મતદાન મથકો સુધી લઈ જવા માટે સમજાવ્યું હતું. સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી 3જી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે તે ધ્યાને રાખીને મતદાન કરાવવા અપીલ કરી હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *