pratap dudhat

Pratap Dudhat bad statement: કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનું નપુંસકતા પર ઘટિયા નિવેદન; વીડિયો થયો વાયરલ

Pratap Dudhat bad statement: પ્રતાપ દુધાતનું વિવાદાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે

અમદાવાદ, 24 એપ્રિલ: Pratap Dudhat bad statement: અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય સંઘર્ષ શરૂ થઈ શકે છે. આ વીડિયો X હેન્ડલ પર ઝુબિન આશ્રાએ પોસ્ટ કર્યો છે

કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, 2 દિવસ પહેલા વિસાવદરમાં એક બનાવ બની ગયું. જેમાં ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો, હું તેમને પૂછવા માંગુ છું કે, ભૂપત ભાઈ ભાયાણી, તમારા ઘરમાંથી કોણ ત્યાં કોણ ગયો હતો ? તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં આ કમી છે. ભારતીય જનતા પાર્ટી પોતાની હોશ ભૂલી ગઈ છે…..

આ પણ વાંચો:- ICAI CA Exam: હવે વર્ષમાં 3 વખતે યોજાશે CAની પરીક્ષા, એક્ઝામ પેર્ટનમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર

ધીમે ધીમે ગરમીની સાથે ગુજરાતમાં રાજકારણ પણ ગરમ થતું જાય છે અને આવા ઘટિયા નિવેદનો શરૂ થઈ ગયા છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. જૂનાગઢના વિસાવદરમાં ભુપત ભાયાણીના રાહુલ ગાંધી સામેના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. હવે પ્રતાપ દુધાત ભાયાણીના નિવેદન પર વાંધાજનક અને હલકી કક્ષાના નિવેદનો આપીને વળતો જવાબ આપે છે, હવે જોવાનું એ રહે છે કે ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો