train coach

Sabarmati-Patna new Train: 25 એપ્રિલના રોજ પશ્ચિમ રેલવે સાબરમતી-પટના વિશેષ ટ્રેન દોડાવશે

Sabarmati-Patna new Train: 25 એપ્રિલના રોજ પશ્ચિમ રેલવે સાબરમતી-પટના વિશેષ ટ્રેન દોડાવશે

whatsapp banner

અમદાવાદ, 24 એપ્રિલ: Sabarmati-Patna new Train: પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ભાડા પર વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 09477/09478 સાબરમતી-પટના-સાબરમતી સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09477 સાબરમતી-પટના સ્પેશિયલ સાબરમતીથી ગુરુવાર, 25 એપ્રિલ 2024ના રોજ 23:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 08:30 કલાકે પટના પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09478 પટના-સાબરમતી સ્પેશિયલ 27 એપ્રિલ, 2024 શનિવારના રોજ પટનાથી 11:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:40 કલાકે સાબરમતી પહોંચશે.

રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ ના કોચ હશે.

આ પણ વાંચો:- RBI action on Kotak Mahindra Bank: નવા ક્રેડિટ કાર્ડને લઈને કોટક મહિન્દ્રા બેંક સામે RBIની મોટી કાર્યવાહી

ટ્રેન નંબર 09477નું બુકિંગ 25 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો