2cf5eb1f ea63 424d a0e7 981a920a7f4b

Protest in Bhiloda: ભિલોડા મામલતદાર કચેરીમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો

Protest in Bhiloda: ગુજરાત રાજ્યના ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ અસભ્ય વર્તન મામલતદાર સાથે દાખવતા ભારે આક્રોશ કર્મચારીઓમાં જોવા મળી રહ્યો છે

ભિલોડા, 03 માર્ચઃ Protest in Bhiloda: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ભિલોડા મામલતદાર કચેરીનો સમગ્ર સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.મામલતદાર,નાયબ મામલતદાર દ્વારા આંદોલનને સંપુર્ણપણે સમર્થન આપ્યું હતું. ગુજરાત રાજ્યના ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ અસભ્ય વર્તન મામલતદાર સાથે દાખવતા ભારે આક્રોશ કર્મચારીઓમાં જોવા મળી રહ્યો છે.મામલતદાર સામે અશોભનીય વર્તન મામલે આંદોલનનું રણશિંગુ ફુંકાયુ છે.


ભિલોડા મામલતદાર ઝેડ વી.પટેલ,નાયબ મામલતદાર મયુર રાવલ સહિત કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.કર્મચારીઓ શુક્રવારે માસ સી.એલ પર જશે તેમ મામલતદારે જણાવ્યું હતું. અસભ્ય વર્તન દાખવતા સાંસદ સામે જયાં સુધી ન્યાયિક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે તેવી ગર્ભીત ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ Samosa Ban: આ દેશમાં સમોસા ખાવા પર લાગ્યો પ્રતિબંધ, કારણ જાણીને નવાઇ લાગશે!

Gujarati banner 01