Demand for sanctions on India in America

Demand for sanctions on India in America: રશિયાના વિરોધમાં મતદાન નહીં કરવા પર અમેરિકામાં ભારત પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી, વાંચો વિગત

Demand for sanctions on India in America: હવે અમેરિકામાં મનોમંથન શરુ થયુ છે કે, ભારત સાથેના સબંધોને કઈ દિશામાં લઈ જવા જોઈએ.

નવી દિલ્હી, 03 માર્ચઃ Demand for sanctions on India in America: યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં ભારતે અત્યાર સુધી કોઈનો પક્ષ લીધો નથી.જોકે અમેરિકાને ભારતનુ વલણ ગમ્યુ નથી અને હવે અમેરિકામાં મનોમંથન શરુ થયુ છે કે, ભારત સાથેના સબંધોને કઈ દિશામાં લઈ જવા જોઈએ.

એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે, બાઈડન પ્રશાસન રશિયા પાસેથી ભારતે એસ-400 મિસાઈલની ખરીદી કરી છે ત્યારે તેના પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે.

રશિયા સામે યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં જે પણ પ્રસ્તાવો મુકાયા હતા તેમાં ભારતે મતદાન કર્યુ નહતુ.જેની સામે અમેરિકાના સત્તાધારી અને વિપક્ષી સાંસદોએ નારાજગી વ્યક્ત કરી છે.સંસદની ચર્ચામાં સાંસદોએ ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સહયોગનો પણ વારંવાર ઉલ્લેખ કર્યો હતો અને પૂછ્યુ હતુ કે, આક્રમણખોર રશિયા પર ભારતનુ વલણ જાણ્યા બાદ પણ ભારત પર અમેરિકાની સરકાર પ્રતિબંધો લાગુ કરશે કે નહીં.

આ પણ વાંચોઃ Protest in Bhiloda: ભિલોડા મામલતદાર કચેરીમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો

અમેરિકાના ડિપ્લોમેટ્સનુ કહેવુ છે કે, બાઈડન પ્રશાસન પર ભારત પર પ્રતિબંધનુ દબાણ વધી રહ્યુ છે.જોકે સરકારે હજી કોઈ નિર્ણય લીધો છે.અમેરિકા માટે ચીન સાથે બેલેન્સ રાખવા માટે ભારતથી સારો કોઈ બીજો વિકલ્પ નથી.

અમરેકિન ડિપ્લોમેટ લુએ કહ્યુ છે કે, જો ભારત પર પ્રતિબંધ લગાવાશે તો ભારત અને તેનુ જોઈને બીજા દેશો રશિયા પાસેથી હથિયારો ખરીદવા માટે પ્રેરાશે.જોકે મોસ્કો પાસેથી આગામી વર્ષોમાં હથિયારો ખરીદવુ મુશ્કેલ બનશે.

ઉલ્લેખનીય છે કે, રશિયા સામેના નિંદા પ્રસ્તાવમાં 35 દેશો વોટિંગમાં તટસ્થ રહ્યા હતા અને તેમાં ભારત પણ સામેલ હતુ.ભારત માટે રશિયાએ હંમેશા યુએનમાં અગાઉ વીટો વાપર વાપર્યો છે ત્યારે ભારત માટે સ્વાભાવિક છે કે, આ મતદાનમાં રશિયાનો વિરોધ કરવુ શક્ય નહોતુ.

Gujarati banner 01