Danta gutter problem: જુઓ દાંતા ગામની ખુલ્લી ગટરો રામ ભરોસે…
Danta gutter problem: દાંતા ગામની અંદર આવેલા મનરેગા ઓફિસની બાજુમાં આવેલી આ ખુલ્લી ગટરો રામ ભરોસે
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 27 ડિસેમ્બર: Danta gutter problem: દાંતા ગામની અંદર આવેલા મનરેગા ઓફિસની બાજુમાં આવેલી આ ખુલ્લી ગટરો રામ ભરોસે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી આ ગટરો કોના ભરોસે સરકારી અધિકારીઓ આવતા જતા આમ નાગરિક આવતા જતા આ ગટરોમાં પડે અને કોઈ અકસ્માત નડે તો કોની જવાબદારી તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને પણ અનેક રજૂઆતો હોવા છતાં આ ખાડા કાન કરી આ કરોડોની ગ્રાન્ટ કયા વપરાણી તેની કોઈને પણ ખબર નથી.
દાંતા ગામમાં અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવું રાજ ચાલે છે ખુલ્લી ગટરો ના કરોડો રૂપિયાની ગ્રાન્ટો ક્યાં ગઈ તેની કોઈને પણ ખબર નથી આ ભષ્ટાચારની સરકારમાં કોઈ કોઈનું કોઈ નથી દાતા ગ્રામ પંચાયતમાં આવેલા દસ લાખ રૂપિયા ની ગ્રાન્ટ જે ભૂગર્ભ ગટરોમાં વાપરવાની હતી તો આ ગ્રાન્ટ કયા વપરાણી તેની કોઈને ખબર નથી મારી અનેક રજૂઆત હોવા છતાં પણ આ ગટરોના ઢાંકણા પણ નથી.
ખુલ્લી કટરો રામ ભરોસે આ અકસ્માત થાય તો કોની જવાબદારી દાતા ગ્રામ પંચાયતની તલાટીની કે સરપંચ ની કે પછી તાલુકા વિકાસ અધિકારી ની..?? દાંતાગ્રામમાં આવી કેટલીય કટરો ખુલ્લી પડી છે જાહેર માર્ગ ઉપર આ ખુલ્લી ગટરો સરકારના રૂપિયાનું ખુલ્લેઆમ થઈ રહેલું કૌભાંડ ની ખરેખર તપાસ થવી જોઈએ.