BJP leader ladhu parghi

BJP leader ladhu parghi: ભાજપના નેતા લાધુ પારઘી ફરીથી આવ્યા વિવાદમાં, જાણો શું થયું…

BJP leader ladhu parghi: લાધુ પારઘીએ દાંતા તાલુકા પંચાયત ના પ્રમુખ જોશનાબેન તરાલ ના પતિની ગાડી રોકી. પોલીસ મથકે દાખલ થઈ ફરિયાદ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 27 ડિસેમ્બર: BJP leader ladhu parghi: ભાજપના વિવાદિત નેતા લાધુ પારઘી ફરીથી વિવાદમાં આવ્યા છે. ખબર હોય કે, 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાધુ પારઘી હારી ગયા હતા

મળતી માહિતી મુજબ, 26 ડિસેમ્બરના રોજ મોટા બામોદરા ચાર રસ્તા પાસે લાધુ પારઘીએ દાંતા તાલુકા પંચાયત ના પ્રમુખ જોશનાબેન તરાલ ના પતિની ગાડી રોકી. હડાદ પોલીસ મથકે લાધુ પારઘી અને તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ.

2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કાંતી ખરાડીએ લાધુ પારઘી પર આરોપ લગાવ્યા હતા. 26 ડિસેમ્બરના રોજ જામરૂ થી દાંતા જતા ભાડુભાઈ તરાલ ને ગાડીમા રોકવામાં આવ્યા હતા.

મોટા બામોદરા ચાર રસ્તા પાસે ભાડુભાઈ અને તેમનાં પુત્રને ગાડીમા રોકયા હતા. ગાડી રોકીને લાધુ પારઘી અને તેના પુત્રએ કહ્યું હતું કે તમે લોકોએ અમારી ઈનોવા ગાડી ભાંગી નાખી છે એટલે તમારી બોલેરો ગાડી અમને આપો. આવુ કહી પિતા પુત્ર એ બોલેરો ગાડી ભાડુભાઈ પાસેથી બળજબરી થી લઈ લીધી. ભાડુભાઈ તરાલ ત્યારબાદ અન્ય ગાડીમાં દાંતા ગયા હતા

ભાડુભાઈ તરાલે હડાદ પોલીસ મથકે ભાજપના વિવાદિત નેતા લાધુ પારઘી અને તેના પુત્ર રોહિત પારઘી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચો: Danta gutter problem: જુઓ દાંતા ગામની ખુલ્લી ગટરો રામ ભરોસે…

Gujarati banner 01