Raghav chadha

Raghav chadha statement: આપ તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવશે, દર મહિને 30 હજારનો ફાયદો કરાવશે: રાઘવ ચઢ્ઢા

Raghav chadha statement: ગુજરાતની દરેક મહિલાને દર મહિને 1000નું સન્માન વેતન પણ આપવામાં આવશે: રાઘવ ચઢ્ઢા

અમદાવાદ, 03 ડીસેમ્બર: Raghav chadha statement: ગુજરાતની ચૂંટણીમાં પોતાના વિજય રથ સાથે આગળ વધી રહેલી આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતાની પ્રથમ પસંદ બની ગઈ છે. આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય નેતાઓથી લઈને કાર્યકર્તાઓ સુધી દરેક વ્યક્તિ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોટી જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે.

આજે રાઘવ ચઢ્ઢાએ દહેગામ, કડી, નરોડા અને ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત રોડ શોમાં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં હજારો લોકોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોના અભૂતપૂર્વ સમર્થનથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત એક મહત્ત્વપૂર્ણ વળાંક પર આવીને ઊભું છે. આજે પહેલીવાર ગુજરાતની જનતા પાસે એક એવી તક આવી છે, જ્યારે તેમને ભાજપ-કોંગ્રેસથી છુટકારો મળી શકે છે અને એક ઇમાનદાર, શિક્ષિત અને કામ કરવાવાળી આમ આદમી પાર્ટીની સરકાર બનાવી શકે છે.

દિલ્હીમાં 15 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી. પરંતુ દિલ્હીની જનતાએ એકવાર પોતાનું મન બનાવી લીધું અને દિલ્હીમાંથી 15 વર્ષથી શાસન કરી રહેલી મજબૂત કોંગ્રેસ પાર્ટીને જડમૂળથી ઉખાડી ફેંકી અને દિલ્હીના લોકોએ સ્વતંત્ર ભારતની સૌથી મોટી બહુમતી સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી.

અત્યારે ગુજરાતના ખેડૂતોને પાણીની ગંભીર સમસ્યાઓ છે. આજે અહીંના ખેડૂતો પર ઘણું બધું દેવું છે. જે ખેડૂત આખા દેશનું ભરણપોષણ કરે છે, તે ખેડૂત પોતાના પરિવારને પણ ખવડાવી શકતો નથી, આવી પરિસ્થિતિ આવી ગઈ છે. આમ આદમી પાર્ટીએ વચન આપ્યું છે કે જ્યારે 8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને ખેતી માટે વીજળી અને પુષ્કળ પાણી મળશે. આ સાથે ખેડૂતોને MSP ની કિંમત પર તેમનો પાક વેચવાની તક મળશે.

આ સાથે સાથે ગુજરાતના દરેક પરિવારને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. ગુજરાતના દરેક બાળકને મફતમાં વિશ્વકક્ષાનું શિક્ષણ આપવામાં આવશે. ગુજરાતના તમામ લોકોને મફતમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે. દવા-ઓપરેશન જો હજારો રુપિયાનો હોય કે લાખો રુપિયાનો હોય એ તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, ગુજરાતની દરેક મહિલાને દર મહિને ₹1000નું સન્માન વેતન પણ આપવામાં આવશે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે આ તમામ કામ કરશે ત્યારે ગુજરાતની જનતાને મોંઘવારીમાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો: Girl caught with a fake passport traveling to london: અમદાવાદ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ બનાવી લંડન જતી યુવતી પકડાઈ, વાંચો વિગતે…

Gujarati banner 01