parties flag

Second round voting details: ચૂંટણી પ્રચારના પડઘમ થયા શાંત, હવે 833 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

Second round voting details: બીજા તબક્કામાં, કેટલાક મહત્ત્વપૂર્ણ મતવિસ્તારોમાં મતદાન થશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠકની સાથે વિરમગામ બેઠક જ્યાંથી પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

અમદાવાદ, 03 ડિસેમ્બર: Second round voting details: બીજા તબક્કામાં જે 93 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે તે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં છે. બીજા તબક્કામાં, કેટલાક મહત્ત્વપૂર્ણ મતવિસ્તારોમાં મતદાન થશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠકની સાથે વિરમગામ બેઠક જ્યાંથી પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે તેના અંતિમ તબક્કામાં આવી ગઈ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર હવે ખતમ થઈ ગયો છે. હવે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોનું ભવિષ્ય 5 તારીખે EVMમાં કેદ થઈ જશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 93 બેઠકો પર મતદાન થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાયું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં સરેરાશ 63 ટકા જેટલું મતદાન થયું હતું. 

બીજા તબક્કામાં, (Second round voting details) 93 બેઠકો માટે મતદાન યોજાશે, જેના માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી, વિપક્ષ કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી સહિત લગભગ 60 રાજકીય પક્ષોના 833 ઉમેદવારો અને અપક્ષો મેદાનમાં છે. બીજા તબક્કામાં જે 93 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે તે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં છે.

બીજા તબક્કામાં, કેટલાક મહત્ત્વપૂર્ણ મતવિસ્તારોમાં મતદાન થશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠકની સાથે વિરમગામ બેઠક જ્યાંથી પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, આ સીટો સામેલ છે. ઉપરાંત ગાંધીનગર દક્ષિણ બેઠકનો સમાવેશ પણ થાય છે જ્યાંથી અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો:Raghav chadha statement: આપ તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવશે, દર મહિને 30 હજારનો ફાયદો કરાવશે: રાઘવ ચઢ્ઢા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 અને 2 ડિસેમ્બરના રોજ ભાજપના કેટલાક ઉમેદવારો માટે વ્યાપક પ્રચાર કર્યો હતો, જેમાં અમદાવાદમાં બે રોડ શોનો સમાવેશ થાય છે. શનિવારે, ભાજપ તેના સ્ટાર પ્રચારકોના અનેક રોડ શો અને ચૂંટણી રેલીઓનું આયોજન કરશે. ભાજપ વતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે ધોળકા, મહુધા અને ખંભાત શહેરોમાં ચૂંટણી રેલીઓ કરશે જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ઉત્તર ગુજરાતના મોડાસા અને સિદ્ધપુર શહેરોમાં રોડ શો કરશે.

ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે પીએમ મોદીએ ગુજરાતમાં 31 થી વધુ રેલીઓને સંબોધિત કરી અને ત્રણ મોટા રોડ શોનું નેતૃત્વ કર્યું. રાજ્યમાં સત્તારૂઢ ભાજપની હરીફાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સામે છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ શાંત થઈ ગયો છે. 

Gujarati banner 01