Ram Mahotsav in Viramgam

Ram Mahotsav in Viramgam: રામભક્તિમાં ડૂબ્યું ગુજરાતનું વિરમગામ…

Ram Mahotsav in Viramgam: ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આયોજીત ૫૧,૦૦૦ હનુમાન ચાલીસા પાઠ અને અયોધ્યાથી લાવેલ સાક્ષાત પવિત્ર જ્યોતના દર્શનના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ram Mahotsav in Viramgam: અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે વિરમગામના આંગણે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આયોજીત ૫૧,૦૦૦ હનુમાન ચાલીસા પાઠ અને અયોધ્યાથી લાવેલ સાક્ષાત પવિત્ર જ્યોતના દર્શનના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું. સમગ્ર વિરમગામ, માંડલ અને દેત્રોજ રામભક્તિમાં ડૂબ્યું છે.

વિરમગામ વિધાનસભાના અનેક ગામ અને પોળોમાં રામધૂન, સુંદરકાડ, હનુમાન ચાલીસા અને રામ પ્રસાદીના મોટા પાયે સ્વયંભૂ આયોજન થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારત આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે.

આજના કાર્યક્રમને સફળ બનવા અર્થાત મહેનત કરનાર અમારી યુવા અને મહિલા ટીમનો હૃદયથી આભાર વ્યકત કરું છું. જય શ્રી રામ

આ પણ વાંચો… Gujarat CM Diwali: ગુજરાતમાં ઠેર-ઠેર દીપોત્સવનું આયોજન, મુખ્યમંત્રીએ પોતાના ઘરે મનાવી દીવાળી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો