Gujarat CM Diwali

Gujarat CM Diwali: ગુજરાતમાં ઠેર-ઠેર દીપોત્સવનું આયોજન, મુખ્યમંત્રીએ પોતાના ઘરે મનાવી દીવાળી

Gujarat CM Diwali: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Gujarat CM Diwali: ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. ગુજરાતે વડાપ્રધાનની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દીપોત્સવનું આયોજન કર્યું છે.

Gujarat CM Diwali 1

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે સંઘ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દીવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો… Sydney Ram Utsav: રામ ભક્તિમાં મગ્ન થયું ઓસ્ટ્રેલિયા, રામા ફાઉન્ડેશન દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય મહોત્સવ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો