ram mandir 2201

Ramlala Darshan: રામલલાનાં દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર, ગુંજી ઉઠ્યો જય શ્રીરામ

Ramlala Darshan: સવારે 3 વાગ્યાથી ભક્તો શ્રી રામલલ્લાની પૂજા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે

અયોધ્યા, 23 જાન્યુઆરીઃ Ramlala Darshan: રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આજથી જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ગઈકાલે અયોધ્યામાં આયોજિત રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી, આજે શ્રી રામ મંદિરના મુખ્ય દ્વાર પર ભક્તોની મોટી ભીડ દર્શન કરવા માટે એકઠી થઈ હતી.

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ પ્રથમ દિવસે સવારે 3 વાગ્યાથી ભક્તો શ્રી રામલલ્લાની પૂજા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. હાલમાં અયોધ્યામાં તાપમાન 6 ડિગ્રી છે. પરંતુ કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. બધા રામ રંગમાં રંગાયેલા છે.

મંદિરના મુખ્ય દ્વારની સામે લાંબી કતારોમાં ઉભા રહેલા ભક્તો સતત જય શ્રીરામના નારા લગાવી રહ્યા છે. આ નારા સાથે તેઓ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચવાનો સિલસિલો ચાલુ છે. બહારગામથી આવતા ભક્તો ઉપરાંત મોટી સંખ્યામાં અયોધ્યાવાસીઓ પણ દર્શન માટે આવી રહ્યા છે.

જાણો શું છે રામલલાના દર્શનનો સમય

દર્શનનો સમય એવો છે કે લોકોને સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રામલલાના દર્શન કરવાનો મોકો મળશે. આ પછી બપોરે 3 વાગ્યાથી 10 વાગ્યા સુધી લોકો રામલલાના દર્શન કરી શકશે. મંદિરમાં રામલલ્લાનો ભોગ આરતી બપોરે 12 કલાકે થશે અને સાંજે 7.30 કલાકે સંધ્યા આરતી થશે. આ પછી 8.30 વાગ્યે છેલ્લી આરતી કરીને રામલલાને સુવડાવવામાં આવશે. આરતી માટે ભક્તોને ફ્રી પાસ મેળવવાના રહેશે, જે ઓનલાઈન અને ઓફલાઈન લઈ શકાશે.

આ પણ વાંચો… Ram Mahotsav in Viramgam: રામભક્તિમાં ડૂબ્યું ગુજરાતનું વિરમગામ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો